30 October, 2024 11:29 AM IST | Thane | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણે પોલીસ અંતર્ગત થાણે પોલીસ કમિશનરેટ, કોર્ટ નાકા પાસે હવે લેટેસ્ટ ટેક્નૉલૉજી અને નવી સુવિધાઓ સાથેની ઇમારત તૈયાર થઈ જવાથી થાણે સાઇબર પોલીસ-સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એમાં હાઈ-ટેક લૅબનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈ કાલે થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુમ્બરેએ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ સાથે મળીને એનું ઉદ્ઘાટન કર્યું હતું.