16 October, 2024 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
BJPના ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ સંસદસભ્ય સંગમલાલ ગુપ્તાના ૨૧ વર્ષના ભત્રીજા સાગર રામકુમાર ગુપ્તાએ ગઈ કાલે મુંબઈમાં એક બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ સાગર અંધેરી-ઈસ્ટમાં અમ્બુજવાડીમાં હરિ દર્શન બિલ્ડિંગના સાતમા માળે રહેતો હતો. ગઈ કાલે તે કૉલેજથી ઘરે આવ્યો અને કોઈની પણ સાથે વાતચીત કર્યા વિના છઠ્ઠા માળે જતો રહ્યો હતો અને ત્યાંથી નીચે કૂદી પડ્યો હતો. તેણે કોઈ સુસાઇડ-નોટ પણ લખી નથી.