15 May, 2023 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડે (ફાઈલ ફોટો)
NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે (NCB Office Sameer Wankhede)છેલ્લા ઘણા દિવસોથી ઘણી હેડલાઇન્સમાં છે. હવે તેની સાથે જોડાયેલા એક કેસમાં NCB વિજિલન્સના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. હકીકતમાં, NCBની વિજિલન્સે 11 મેના રોજ CBIને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. 25 ઓક્ટોબર 2021ના રોજ વિજિલન્સ તપાસ શરૂ થઈ. સમીર વાનખેડે, સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહ અને ઈન્ટેલિજન્સ ઓફિસર આશિષ રંજન, વિજિલન્સ એનસીબીના તત્કાલીન મુંબઈ ઝોનના ડાયરેક્ટર સામે પગલાં લેવાની માગણી કરી હતી.
2 ઓક્ટોબર 2021ના રોજ, કોર્ડેલિયા પર ક્રુઝમાં દરોડો પાડવામાં આવ્યો હતો. વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું છે કે શરૂઆતમાં શંકાસ્પદ લોકોની યાદીમાં 27 નામ હતા પરંતુ ટીમે તેમને 10 નામ કરી દીધા હતા. જેમાંથી ઘણાને કોઈપણ કાગળની કાર્યવાહી કર્યા વિના જવા દેવામાં આવ્યા હતા. અરબાઝ નામના વ્યક્તિના શૂઝ અને ઝિપમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પરંતુ તે અંગેના દસ્તાવેજો બનાવાયા ન હતા. અરબાઝને ચરસ સપ્લાય કરનાર સિદ્ધાર્થ શાહને પણ છોડી દેવામાં આવ્યો હતો.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે શંકાસ્પદોને સ્વતંત્ર સાક્ષી કે.વી. ગોસાવીના વાહનમાં લાવવામાં આવ્યા હતા. કે.વી.ગોસાવીને NCB અધિકારી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. કે.વી. ગોસાવી અને તેના સહયોગી સાનવિલ ડિસોઝાએ આર્યન ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને અંતે 18 કરોડમાં સોદો થયો. કે.વી.ગોસાવીએ ટોકન મની તરીકે રૂ.50 લાખ લીધા હતા.
આ પણ વાંચો: Mumbai Fire:ખારમાં ગેસ સિલિન્ડર લીકેજથી ફાટી નિકળી આગ, બે બાળકો સહિત છ ઘાયલ
જોકે, બાદમાં તેનો કેટલોક ભાગ પરત કરવામાં આવ્યો હતો. સમીર વાનખેડેના કહેવા પર કે.વી. ગોવાસીએ આર્યન ખાનને NCB ઓફિસર તરીકે ઓફિસમાં ઘસડીને ત્યાં લઈ ગયો અને તેને ધમકી આપી, તેની સાથે સેલ્ફી લીધી. સમીર વાનખેડે તેના વિદેશ પ્રવાસના ખર્ચના સ્ત્રોતને યોગ્ય રીતે સમજાવી શક્યા નથી. સમીર વાનખેડે ખાનગી વ્યક્તિ સાથે મળીને મોંઘી ઘડિયાળના ખરીદ-વેચાણમાં સામેલ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. તેણે આ અંગે વિભાગને જાણ કરી ન હતી.
વિજિલન્સ રિપોર્ટ અનુસાર, આ અધિકારીઓએ પોતાની ફરજો અને જવાબદારીઓ ભૂલીને આરોપીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલના આધારે સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા.