ગરબા રમવા જતાં બાળકો, પતિ-પત્ની પર નજર રાખવા હાયર થઈ રહ્યા છે પ્રાઈવેટ ડિટેક્ટિવ

11 October, 2024 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navratri 2024: ગરબા રમવા માટે રાત્રે બહાર જતા બાળકો કે પતિ-પત્ની પર નજર રાખવા માટે ખાનગી જાસૂસોની માગણી વધી રહી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવરાત્રિનો આજે નવમો દિવસ દિવસ છે. મુંબઈ સહિત દેશભરમાં ગરબા (Navratri 2024) સહિત તહેવારની જોરદાર ઉજવણી શરૂ જ છે. ગરબા અને નોરતાની દરેક વાતો સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડમાં છે. જોકે હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે કે તમે સાંભળીને કહેશો કે માતા પિતા આવું કરતાં હોય, અને હવે આ તો હદ થઈ. તો ચાલો જાણીએ શું છે આ સંપૂર્ણ કિસ્સો.

ગરબા ઉત્સવ પૂરજોશમાં ચાલી રહ્યો હોવાથી, ઘણા માતા-પિતા અથવા તેમના સંબંધીઓએ દાંડિયા (Navratri 2024) કાર્યક્રમોમાં ભાગ લેતા યુવક-યુવતીઓના વર્તન પર નજીકથી દેખરેખ રાખવા માટે ડિટેક્ટીવને તહેનાત કરી રહ્યા છે. ગરબા રમવા માટે રાત્રે બહાર જતા બાળકો કે પતિ-પત્ની પર નજર રાખવા માટે ખાનગી જાસૂસોની માગણી વધી રહી છે. આ કિસ્સામાં સામે આવ્યું કે એક માતા પિતાએ ગરબા રમવા જતાં તેમના બાળકો પર નજર રાખવા મારે પ્રાઈવેટ ડિટેક્ટિવ હાયર કર્યા હતા.

સોશિયલ મીડિયાના વધતા ઉપયોગથી, યુવાન છોકરાઓ અને છોકરીઓ (Navratri 2024) સરળતાથી એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના પરિચયમાં આવતા છોકરાઓ કે છોકરીઓ વિશેની માહિતી એકઠી કરવા અથવા માતા પિતા તેમનું બાળક કોની સાથે દાંડિયા રમવા જઈ રહ્યું છે તે શોધવા માટે ખાનગી જાસૂસોને રાખવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે જો પતિ-પત્નીને એકબીજા પર શંકા હોય અને તેમાંથી કોઈ એક વ્યક્તિ સાથે રાત્રે ગરબા રમવા નીકળતો હોય તો આવી વ્યક્તિઓ પર નજર રાખવા માટે પ્રાઈવેટ ડિટેક્ટીવની પણ કામગીરી કરવામાં આવી રહી હોવાનું એક પ્રાઈવેટ ડિટેક્ટીવ રજની પંડિતે જણાવ્યું હતું.

રજની પંડિતના મતે આ વર્ષે ગરબાના ક્રેઝમાં (Navratri 2024) થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ઓછા લોકોએ અસાઇનમેન્ટ લીધા છે. જોકે, મુંબઈમાં ચાલી રહેલા કામ માટે, પ્રાઈવેટ ડિટેક્ટિવ દરેક રાત્રિ માટે વ્યક્તિ દીઠ 8,000 થી 10,000 રૂપિયા વસૂલ કરે છે. મુંબઈની બહાર અથવા તો રાજ્યની બહારના ગરબા ઈવેન્ટ્સ માટે, દરો વધીને 10,000 થી 20,000 રૂપિયા થાય છે. જો ક્લાયન્ટનું બાળક કોઈ ગરબા ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યું હોય અને ક્લાયન્ટ દ્વારા પાસ આપવામાં આવ્યા ન હોય, તો તે પાસ મેળવવાની કિંમત પણ ફીમાં ઉમેરવામાં આવે છે.

રજની પંડિતે શૅર કર્યું, "મને તાજેતરમાં ડિટેક્ટીવ કામ માટે એક કેસ મળ્યો હતો. આ કિસ્સામાં, છોકરી ગુજરાતી (Navratri 2024) છે, અને તેનો મંગેતર પંજાબી છે. મંગેતરને તેની ભાવિ પત્ની પર શંકા છે કારણ કે તે તેને કહે છે કે તેને ગરબા કેવી રીતે રમવાનું આવડતું નથી અને તેને ન આવવા માટે કહે છે, જ્યારે તે પોતે રાત્રે ગરબા રમવા જાય છે, આ કારણે, મંગેતર શંકાસ્પદ બની ગયો છે, અને મને તેના પર આગામી બે દિવસ નજર રાખવાનું સોંપવામાં આવ્યું છે," એમ પંડિતે ઉમેર્યું.

navratri Garba festivals Crime News mumbai news