Navratri 2023: મુંબઈમાં ત્રણ દિવસ ૧૨ વાગ્યા સુધી ગરબા અને દાંડિયાની ધૂમ, સરકારનો મોટો નિર્ણય

20 October, 2023 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગરબા રમવા (Navratri 2023)નો સમય વધારવાની માગ સ્વીકારીને રાજ્ય સરકારે સમય મર્યાદાને 10 વાગ્યાના બદલે 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે

ગરબાની ફાઇલ તસવીર

મુંબઈમાં શનિવાર, રવિવાર અને સોમવારે મધરાત 12 વાગ્યા સુધી ગરબા (Navratri 2023)નું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગરબા રમવાનો સમય વધારવાની માગ સ્વીકારીને રાજ્ય સરકારે સમય મર્યાદાને 10 વાગ્યાના બદલે 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે મુંબઈમાં ત્રણ દિવસ ૧૨ વાગ્યા સુધી ગરબાની ધૂમ જોવા મળશે.

આ અંગે કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, “મુંબઈ પોલીસ (Mumbai Police)ના અધિક કમિશનરના ૧૯/૧૦/૨૦૨૩ના પત્ર મુજબ વર્ષ ૨૦૨૩માં નવરાત્રીમાં ૨૧/૧૦/૨૩ના રોજથી સવારે ૬.૦૦ વાગ્યાથી રાત્રે ૧૨.૦૦ સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપવામાં આવી છે.”

બીજેપી એમએલએ દ્વારા ૪ દિવસની પરવાનગીની માગ

ભારતીય જનતા પાર્ટીના ઉત્તર મુંબઈ મતવિસ્તારના સાંસદ ગોપાલ શેટ્ટી (Gopal Shetty)એ, નવરાત્રીના તહેવાર દરમિયાન ખાનગી હાઉસિંગ સોસાયટીઓમાં દાંડિયાની ઉજવણીના કલાકો લંબાવવાની હાકલ કરી છે. શેટ્ટીએ તેમની માગમાં હાઉસિંગ સોસાયટીઓને તહેવારના તમામ દિવસોમાં રાત્રે 11 વાગ્યા સુધી દાંડિયા ચાલુ રાખવાની પરવાનગી માગી છે.

હાલમાં, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર નવરાત્રી દરમિયાન ત્રણ ચોક્કસ દિવસોમાં મધ્યરાત્રિ સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે, બાકીના તહેવારોના દિવસોમાં રાત્રે 10 વાગ્યાની મર્યાદા હોય છે. શેટ્ટી દલીલ કરે છે કે ખાનગી હાઉસિંગ સોસાયટીઓ, જ્યાં ઘોંઘાટનો ઓછો હોય છે, ત્યાં દરરોજ રાત્રે 11 વાગ્યા સુધી દાંડિયાનો આનંદ માણવાની સુગમતા હોવી જોઈએ.

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગના ઘોંઘાટ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ)ના 2017ના સુધારેલા નિયમો હેઠળ, જિલ્લા કલેક્ટરને વર્ષમાં 15 દિવસ સુધી, સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ વચ્ચે લાઉડસ્પીકરના ઉપયોગ માટે મુક્તિ આપવાની સત્તા છે. મુંબઈમાં આ મુક્તિ સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ત્રણ દિવસ આવરી લે છે, મુખ્યત્વે શુક્રવાર, શનિવાર અને દશેરાના આગલા દિવસે. તુલનાત્મક રીતે, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સમગ્ર તહેવાર દરમિયાન લાઉડસ્પીકર માટે છૂટ આપે છે.

મોડે સુધી મેટ્રો

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ નવરાત્રીના અવસર પર 19 ઑક્ટોબરથી 23 ઑક્ટોબર સુધી લાઇન 2A અને 7 પર મેટ્રો સેવાઓનો વિસ્તાર કરશે. લાઇન 7 એ અંધેરી પૂર્વમાં દહિસર અને ગુંદિવલી વચ્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરનો એક એલિવેટેડ કોરિડોર છે, જ્યારે લાઇન 2A દહિસર અને અંધેરી પશ્ચિમ વચ્ચેના નવા લિંક રોડ ઉપર ચાલે છે.

હાલમાં, આ કોરિડોર પરની સેવાઓ સોમવાર અને શુક્રવારની વચ્ચે અઠવાડિયાના દિવસોમાં સવારે 5.55 થી રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલે છે. આ 14 વધારાની સેવાઓ 15 મિનિટના અંતરાલ પર હશે છેલ્લી મેટ્રો મેટ્રો રૂટ 2A પર અંધેરી (વેસ્ટ) અને મેટ્રો રૂટ 7 પર ગુંદવલી ખાતે બપોરે 1:30 વાગ્યે આવશે.

navratri navratri 2023 mumbai metro mumbai mumbai news