થાણે રાસ રંગ ૨૦૨૩ દ્વારા ઇસ્માઇલ દરબારની નવરાત્રિનું શાનદાર ભૂમિપૂજન

02 October, 2023 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં ક્રેડાઈ-એમસીએચઆઇ થાણે દ્વારા રાસ રંગ ૨૦૨૩ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને એની બાગડોર જિતેન્દ્ર મહેતાના હાથમાં છે

ડાબેથી ફૈયાઝ વીરાણી, સંદીપ મહેશ્વરી, ગૌરવ શર્મા, ભાવેશ ગાંધી, જિતેન્દ્ર મહેતા, ઇસ્માઇલ દરબાર, હનીફભાઈ, શ્રી વિકાસ રેપાલેજી, મનીષ ખંડેલવાલ, આનંદ ઠક્કર, હરેશ અવલાણી, મહેશ મકવાણા, નીરવ બારોટ પર્ફોર્મન્સનાં પોસ્ટરોના લૉન્ચિંગ સાથે રાસ રંગ ૨૦૨૩ને અનાઉન્સ કરે છે.

મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં ક્રેડાઈ-એમસીએચઆઇ થાણે દ્વારા આયોજિત રાસ રંગ ૨૦૨૩નું ગઈ કાલનું ભૂમિપૂજન અને ઇનોગ્રેશન ધમાકેદાર રહ્યું હતું. ઇનોગ્રેશન સમયે ૮૦૦ રાસગરબાપ્રેમીઓ હાજર હતા અને સૌના મોઢે એક જ વાત હતી કે ભૂમિપૂજન જો આટલું ધમાકેદાર છે તો થાણે રાસ રંગ ૨૦૨૩ની ઇસ્માઇલ દરબાર સાથેની નવરાત્રિ સુપરહિટ રહેશે. દરેકનો એક જ સૂર હતો કે ‘સારા ઝમાના થાણે રાસ રંગ કા દીવાના...’

રાસ રંગના મુખ્ય આયોજક જિતેન્દ્રભાઈ મહેતાએ આ વર્ષે કશુંક નવું પ્રસ્તુત કરવા તેમ જ ગુજરાત-મહારાષ્ટ્રના મોંઘા નવરાત્રિ આયોજકોમાં હંમેશની જેમ ટોચ પર થાણે રાસ રંગ રહે એ માટે સુપરસ્ટાર ઇસ્માઇલ દરબારને થાણે-મુંબઈ નવરાત્રિને રંગે આનંદે રાસગરબાની રમઝટ વધારવા માટે ખાસ લઈ આવ્યા છે. બૉલીવુડના મ્યુઝિક ડિરેક્ટર અને તેમની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના ગીત ‘ઢોલી તારો ઢોલ બાજે...’થી યુવાનોને ઘેલું લગાડનાર, તેમની  સાથે હનીફ અસલમ જેમના ઢોલનો અનોખો જાદુ છે અને આ ઉત્કૃષ્ટ ટીમ સાથે અજયભાઈ આશરના સહકારથી એમસીએચઆઇના નેજા હેઠળ જિતેન્દ્ર મહેતાની નવરાત્રિના આયોજનનું ભૂમિપૂજન જોરદાર રહ્યું. આ પ્રસંગે ઘાટકોપરના જૈન અગ્રણી હરેશ અવલાણી, પરેશ શાહ, બિપિન શેઠ, ઘાટકોપરનાં જાણીતાં સમાજસેવિકા ડિમ્પલ પંડ્યા, આનંદ પાઠક તથા અન્યો અને થાણે લોકલમાંથી અલગ-અલગ સમાજના આગેવાનો, ઘોડબંદર રોડ ગુજરાતી સમાજના સમીર મહેતા, થાણા અચલગચ્છ જૈન સમાજના પ્રમુખ રીનવ શાહ, કચ્છી કડવા પાટીદાર સમાજના વિજયભાઈ પટેલ સાથે અનેક આમંત્રિત વિશેષ અતિથિઓએ ઉપસ્થિતિ આપી હતી.

જમીનની શ્રીફળવિધિ, મંત્રોચ્ચાર અને આરતી બાદ વન ઍન્ડ ઓન્લી ઇસ્માઇલ દરબાર બૉલીવુડના સંગીતકાર અને દિગ્દર્શક તેમ જ હનીફભાઈ ઍન્ડ ટીમના ઢોલના તાલે અને  નીરવ બારોટ, ફાલ્ગુની બ્રહ્મભટ્ટ, સાગર કેંદુલકર અને રેહાન ખાન પોતાની ગાયિકી દ્વારા રાસગરબાના રંગમાં રંગાઈ ગયાં અને ગરબાની રમઝટ માણી સૌકોઈએ નવરાત્રિનાં વધામણાં કર્યાં. તો થાણેમાં અસાધારણ ગરબા-રાત્રિઓ ઊજવવા માટે સૌ તૈયાર રહો.

navratri thane mumbai mumbai news