28 September, 2023 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : નિમેશ દવે
નવરાત્રિના હબ ગણાતા બોરીવલીમાં આ વખતે પ્લેબૅક સિંગર તથા ગુજરાત અને વિદેશોમાં નવરાત્રિમાં ધૂમ મચાવનારી ઐશ્વર્યા મજમુદાર પહેલી વાર મુંબઈમાં રાસરસિયાઓને ગરબે ઘુમાવવા આવી રહી છે ત્યારે રંગતાલીના નામે આયોજિત આ નવરાત્રિનું ભૂમિપૂજન ગઈ કાલે રાખવામાં આવ્યું હતું. બોરીવલી (વેસ્ટ)ની ન્યુ એમએચબી કૉલોનીમાં આવેલા અરુણકુમાર વૈદ્ય ગ્રાઉન્ડ (જ્યાં આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે)માં ગઈ કાલે ભૂમિપૂજન વખતે સ્થાનિક સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, આ નવરાત્રિના આયોજક માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને પંકજ કોટેચા, નવરાત્રિના મેઇન સ્પૉન્સર જીએમ મૉડ્યુલરના ડિરેક્ટર વિકી નાગપાલ, બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણે, દહિસરનાં વિધાનસભ્ય મનીષા ચૌધરી, ડીએફકે ઇવેન્ટ્સના કરણ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ઐશ્વર્યા મજમુદાર અમેરિકામાં હોવાથી હાજર નહોતી રહી શકી. આ વર્ષે ૧૫ ઑક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.