24 September, 2023 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂમિપૂજનના અવસરે હાજર મહાનુભવો
વેસ્ટર્ન સબર્બ્સની સૌથી સેફ ગણાતી નવરાત્રિ એટલે બોરીવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ - ૧માં થતી નાયડુ ક્લબની નવરાત્રિ જે સતત ૧૯મા વર્ષે ગરબારસિકોને અસ્સલ ગુજરાતી ગીતોના તાલે રાસ રમાડવા સજ્જ છે. ભૂમિપૂજનના અવસરે સાંસદ ગોપાલ શેટ્ટી, આમદાર સુનીલ રાણે અને મનીષા ચૌધરીએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.
ટાઇટલ સ્પૉન્સર એચ. રિષભરાજ સાથે કોરા કેન્દ્રમાં થતી નાયડુ ક્લબની આ નવરાત્રિ પશ્ચિમી પરાંમાં રહેતા ગુજરાતીઓની ફેવરિટ રહી છે. આ વર્ષે તુષાર સોનિગ્રાના બિટ ૧૬ સાથે સિંગર્સ સૌરભ એસ. મહેતા, નિકિતા વાઘેલા, દિલીશ દોશી અને અર્ચના મહાજન કોરા કેન્દ્રના ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ બોલાવવા તૈયાર છે.