08 July, 2024 07:38 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
બેલાપુરમાં ટ્રેક પર પડી મહિલા અને ટ્રેન થઈ ઉપરથી પસાર (સોશિયલ મીડિયા)
મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં (Navi Mumbai Viral Video) દરરોજ મુસાફરી કરતા મુંબઈગરાઓની તકલીફથી તો સૌકોઈ જાણીતા છે. હાલમાં મુંબઈની આ જ લોકલ ટ્રેનની એક અત્યંત ભયાવહ ઘટના સામે આવી છે, જેનો હવે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોમવારે સવારે મધ્ય રેલવેના ટ્રાન્સ હાર્બર લાઇનમાં બેલાપુર સ્ટેશન પર એક 50 વર્ષની મહિલા ભીડને લીધે અચાનક ટ્રેક પર પડી ગઈ હતી, તે જ તેના ઉપરથી ટ્રેન પણ પસાર થઈ હતી, પરંતુ તે ચમત્કારિક રીતે બચી ગઈ હતી. આ ઘટનાના વીડિયોને જોઈને કોઈ પણ વ્યક્તિ સુન્ન પડી જશે.
નવી મુંબઈના બેલાપુર સ્ટેશનનો વીડિયો સોશિયલ મીડિયા (Navi Mumbai Viral Video) પર ટૂંક સમયમાં જ વાયરલ થયો છે. આ ઘટનાના વિડિયોમાં જોઈ શકાય છે કે લોકલ ટ્રેનની નીચે આવી ગયેલી મહિલાને બહાર કાઢવા માટે ટ્રેનને પાછળ લેવામાં આવી રહી છે. ટ્રેનને સ્ટેશન પર તહેનાત રહેલા કર્મીઓની મદદથી પાછળ લેવામાં આવે છે. જ્યારે ટ્રેક પર પડેલી મહિલા ઉપરની ટ્રેન પાછળ જાય છે ત્યારે તરત જ RPFના જવાનો મહિલાની મદદ માટે ટ્રેક પર કૂદે છે. આ ઘટનામાં સૌથી વધુ દુઃખની વાત એ છે કે આ ભયાનક ઘટનામાં મહિલાએ તેના પોતાના પગ ગુમાવ્યા છે, જો કે તેનો જીવ બચી ગયો છે.
અહેવાલ મુજબ, આ ઘટના સોમવારે આઠ જુલાઈ સવારે 10 વાગ્યે નવી મુંબઈના બેલાપુર સ્ટેશન પર બની હતી. આ મહિલા થાણે જવા માટે ટ્રેનની (Navi Mumbai Viral Video) રાહ જોઈ રહી હતી. સોમવારે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં અને રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી ટ્રેનો કલાકો સુધી મોડી દોડી રહી હતી. આ દરમિયાન બેલાપુર પ્લેટફોર્મ પર ભારે ભીડને લીધે મહિલા ટ્રેક પર પડી ગઈ હતી અને ટ્રેન તેના ઉપરથી પસાર થતાં તેને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "બેલાપુર (Navi Mumbai Viral Video) સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર એક પનવેલ-થાણે ટ્રેનને ટ્રેક પર પડી ગયેલી મહિલાનો જીવ બચાવવા માટે પાછળ લેવામાં આવી હતી, અને પછી જખમી મહિલાને નજીકની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રેલવે પોલીસ અધિકારીઓએ તેણીને ઝડપથી હૉસ્પિટલમાં ખસેડી, જ્યાં તેની હાલમાં સારવાર ચાલી રહી છે.
ગઇકાલે રાતથી જ મુંબઈ અને ઉપનગરના વિસ્તારોમાં ભારે વરસાદ (Navi Mumbai Viral Video) શરૂ છે. વરસાદને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ટ્રેક પાણીમાં ડૂબી જતાં લોકલ ટ્રેનો થોડા સમય માટે રદ કરવામાં આવી હતી, તેમ જ પાટા પર પાણી ભરાવાને કારણે વડાલા અને માનખુર્દ સ્ટેશનો વચ્ચે હાર્બર લાઇન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી.