02 January, 2025 08:27 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી મુંબઈમાં બે અજાણ્યાં લોકો દ્વારા પોલીસકર્મીની હત્યા (Navi Mumbai Crime News) કરી નાખવાની શૉકિંગ ઘટના બની છે. ગુરુવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક પોલીસકર્મીની બે અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હતી. આ લોકોએ પહેલા પોલીસ પર હુમલો કર્યો હતો અને પછી તેને નવી મુંબઈના રબાલે અને ઘનસોલી રેલવે સ્ટેશન વચ્ચે દોડી રહેલી ટ્રેનની સામે ધકેલી દીધો હતો.
વાશી રેલવે પોલીસ સ્ટેશનના (Navi Mumbai Crime News) અધિકારીએ જણાવ્યું કે પીડિતાની ઓળખ 42 વર્ષીય વિજય રમેશ ચવ્હાણ તરીકે થઈ છે, જે ઘનસોલીનો રહેવાસી છે. "આ ઘટના બુધવારે સવારે 5.25 થી 5.35 વાગ્યાની વચ્ચે બની હતી. સફેદ શર્ટ પહેરેલા આરોપીઓએ ચવ્હાણ પર કોઈ અજાણી વસ્તુ વડે હુમલો કર્યો હતો અને તેને ટ્રેનની સામે ધક્કો માર્યો હતો. હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઘટનાઆ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી," અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલવેમાં ડબલ મર્ડર
બીજી એક ઘટનામાં નવી મુંબઈ (Navi Mumbai Crime News) પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે કામોટેમાં 70 વર્ષીય મહિલા અને તેના પુત્રની હત્યાનો ભેદ બે 19 વર્ષની વયના લોકોની ધરપકડ સાથે ઉકેલી લીધો છે. ગીતા ભૂષણ જગ્ગી અને તેનો પુત્ર જિતેન્દ્ર (45) બુધવારે સાંજે સેક્ટર 6માં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ વિવિધ એંગલથી તપાસ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકો જિતેન્દ્ર સાથે રહેણાંક સંકુલમાં આવ્યા હતા. ત્યારબાદ બન્નેએ 70 વર્ષીય મહિલા અને તેના પુત્ર પર હુમલો કરીને હત્યા કરી હતી. એક સૂચનાના આધારે, પોલીસે સંજ્યોત મંગેશ દોડકે અને સુભમ મહિન્દ્રા નારાયણી બન્ને 19 વર્ષના હતા તેમની ઉલ્વેથી ધરપકડ કરી હતી.
"બન્ને જિતેન્દ્રને ઓળખતા હતા, જેમણે તેમને 31 ડિસેમ્બરની રાત્રે પાર્ટી માટે બોલાવ્યા હતા. દારૂ પીધા પછી, જિતેન્દ્રએ બન્ને આરોપીઓ તરફ જાતીય એડવાન્સિસ કર્યા હતા. આનાથી બન્ને ગુસ્સે થયા હતા જેમણે જીતેન્દ્ર (Navi Mumbai Crime News) પર એક્સ્ટેંશન બોર્ડથી હુમલો કર્યો હતો પછી ગીતા જગ્ગીનું ગળું દબાવી દીધું હતું.," અધિકારીએ કહ્યું. પીડિતાના મોબાઈલ ફોન, પર્સ, ટેબ અને ઘરેણાં લઈને ડોડકે અને નારાયણી ઘરમાંથી ભાગી ગયા હતા. ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કેસ નોંધાયાના 24 કલાકથી પણ ઓછા સમયમાં આ હત્યાઓ સામે આવી હતી. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે બુધવારે સાંજે ઘરે આવેલા સંબંધીઓને દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો અને તેમને માતા અને પુત્ર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી.