મુંબઈના મોટા નેતાને ખોટા બળાત્કારના આરોપમાં ફસાવવાનો પ્રયત્ન થયો! જાણો મામલો

31 July, 2024 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Navi Mumbai Crime: પીડિતાના નામે આરોપી વકીલ જાણીતા નેતા પાસેથી 2 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી મુંબઈ પોલીસે (Navi Mumbai Crime) એક ચોંકાવનારા કેસમાં મુંબઈના એક જાણીતા વકીલની ધરપકડ કરી છે. આ વકીલે ખુલાસો કર્યો છે કે તેણે હાલમાં ઐરોલીમાં રહેતી 29 વર્ષીય મહિલાનું અંધેરીમાં તેની કારમાં જાતીય શોષણ કર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તે બાદ આ વકીલે પીડિતાને આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને નવી મુંબઈના એક મોટા રાજકીય નેતા સામે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પીડિતાના નામે તે નેતા પાસેથી 2 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.

આ કેસમાં આરોપી વકીલનું નામ અલી કાશિફ ખાન દેશમુખ છે. નવી મુંબઈના રબાલે પોલીસે બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરી છે. આ કેસમાં 29 વર્ષીય ફરિયાદી તેની માતા સાથે ઐરોલીમાં (Navi Mumbai Crime) રહે છે, તે એક વર્ષ પહેલા તેની માતાના છૂટાછેડાના કેસમાં અંધેરી સ્થિત વકીલ અલી કાશિફ ખાન દેશમુખને મળી હતી. વકીલ સમજી ગયો કે આ યુવતી નવી મુંબઈના એક મોટા રાજકીય નેતા સાથે સારી રીતે પરિચિત હતી અને તે બાદ જાન્યુઆરી મહિનામાં મોડી રાત્રે ખાન ઐરોલીમાં પીડિત યુવતી જ્યાં રહેતી હતી તે વિસ્તારમાં આવ્યો હતો. તે સમયે, તેણે પીડિતાની કોલ્ડ ડ્રિંકમાંથી નશાની દવાઓ નાખીને કારમાં તેનું યૌન શોષણ કર્યું હતું.

આરોપી ખાને પીડિતા અને તેની માતાને આ અંગે કોઈને જાણ કરશો તો મારી નાખવાની ધમકી આપી હતી. તેણે કારમાં મહિલા પર બળાત્કાર (Navi Mumbai Crime) કરવાનો એક સ્પાય કૅમેરાથી વીડિયો પણ બનાવ્યો હતો અને તેણે વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. આવું કૃત્ય કરીને પણ આરોપી ખાને ફેબ્રુઆરી મહિનામાં, ફરી એક વખત આ વીડિયોને વાયરલ કરવાની ધમકી આપી અને પીડિતાને નવી મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં વિસ્તારના એક મોટા રાજકીય નેતા અને તેના પુત્ર વિરુદ્ધ બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું. અંતે પીડિતાએ આરોપીના દબાણમાં આવીને રબાલે પોલીસ સ્ટેશન પહોંચી અને વકીલ અલી ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે તેની બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. ખાનને સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ત્રણ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જો કે આ મામલે પોલીસે મુંબઈના કયા જાણીતા નેતાને ખોટા બળાત્કારના આરોપમાં ફસાવવાનો પ્રયત્ન આ વકીલે કર્યો હતો તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી તેમ જ આ મામલે પીડિત મહિલા સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સાથે ૧૨ જૂને ગીર સોમનાથ જિલ્લાના (Navi Mumbai Crime) કોડીનાર તાલુકાની ૮ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર નરાધમને ગણતરીના દિવસોમાં ફાંસીની સજા સંભાળવવામાં આવી છે. આ પ્રકારની કડક કાર્યવાહી મારફત ગુનાહિત માનસિકતા ધરાવતાં તત્ત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

navi mumbai sexual crime Crime News mumbai crime news Rape Case mumbai news