28 November, 2024 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ હવે માર્ચને બદલે એપ્રિલ મહિનામાં શરૂ થવાની શક્યતા છે. આ ઍરપોર્ટ શરૂ થવાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે એક વાર એ શરૂ થઈ જશે ત્યાર બાદ મુંબઈથી ફ્લાઇટ્સની સંખ્યામાં સારોએવો વધારો કરવામાં આવશે. મુંબઈના લોકોને ત્યાં સુધી પહોંચવામાં સરળતા રહે એ માટે મેટ્રોની કનેક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. આ સિવાય અટલ સેતુથી પણ લોકો સરળતાથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી પહોંચી શકાશે. અદાણી એન્ટરપ્રાઇસિસના એક અધિકારીએ કહ્યું હતું કે ઍરપોર્ટની શરૂઆત ૨૦૨૫-’૨૬ના પહેલા ક્વૉર્ટરમાં થશે. જોકે બીજા એક ઑફિસરે કહ્યું હતું કે ‘ઍરપોર્ટ શરૂ થવામાં ખાસ કંઈ મોડું નહીં થાય. એપ્રિલ મહિનામાં જ ઍરપોર્ટનું ઑપરેશન્સ શરૂ થઈ જશે.’