આવતા વર્ષની શરૂઆતથી શરૂ થશે વસ્તીગણતરી, જાતિ આધારિત ગણતરી કરવી કે નહીં એનો નિર્ણય હજી બાકી

29 October, 2024 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૧થી નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) દર ૧૦ વર્ષે અપડેટ કરવામાં આવે છે, પણ કોરોનાને લીધે ૨૦૨૧માં વસ્તીગણતરી ન થઈ અને હવે આવતા વર્ષની શરૂઆતમાં એનું કામ હાથ ધરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

૧૯૫૧થી નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) દર ૧૦ વર્ષે અપડેટ કરવામાં આવે છે, પણ કોરોનાને લીધે ૨૦૨૧માં વસ્તીગણતરી ન થઈ અને હવે આવતા વર્ષની શરૂઆતમાં એનું કામ હાથ ધરવામાં આવશે અને એના આંકડા ૨૦૨૬માં જાહેર કરવામાં આવશે. જોકે એની સાથે જાતિઆધારિત ગણતરી કરવામાં આવશે કે નહીં એનો નિર્ણય હજી લેવામાં નથી આવ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૦૨૫માં NPRનું કામ શરૂ થવાનું હોવાથી હવે વસ્તીગણતરીની સાઇકલ બદલાઈને ૨૦૨૫થી ૨૦૩૫ થશે અને ત્યાર પછીની વસ્તીગણતરી ૨૦૩૬થી ૨૦૪૫ની થશે.

national population register news mumbai mumbai news indian government