આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે : કોર્ટ

26 September, 2023 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સંજય ગાંધી નૅશનલ પાર્કની મૉનિટરિંગ કમિટીને આરે કૉલોનીમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે કેમ એ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

આરેમાં ગણપતિ વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું છે કે કેમ એ નૅશનલ પાર્કની કમિટી નક્કી કરે

મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે સંજય ગાંધી નૅશનલ પાર્કની મૉનિટરિંગ કમિટીને આરે કૉલોનીમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન માટે એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે કેમ એ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. 
ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે ‘જો કમિટીને લાગતું હોય કે વધુ કૃત્રિમ તળાવની જરૂર છે તો એ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. સી. જે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘એક કૃત્રિમ તળાવ પૂરતું હશે કે વધુ અથવા ૬ ટ્રક-માઉન્ટેડ ટૅન્ક જોઈશે કે ૧૦ એ મૉનિટરિંગ કમિટી પર છે. આ પ્રયાસ એટલા માટે છે જેથી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય.’
બેન્ચ આરે કૉલોનીનાં તળાવોમાં વિસર્જનની પરવાનગી માગતી વિશ્વ હિન્દુ પરિષદના નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. આરે કૉલોનીના સીઈઓએ આ વર્ષે તળાવોમાં વિસર્જનની પરવાનગી નકારી કાઢી હતી.

mumbai news maharashtra news bombay high court aarey colony