ભ્રષ્ટાચારની તપાસની માગણી સાથે યુવક મંત્રાલયના ગેટ પાસે આવેલા ઝાડની ઉપર ચડી ગયો

25 January, 2025 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયના ગેટ પાસેના બદામના ઝાડ પર ગઈ કાલે ચડી ગયેલા એક યુવકની ‘ન્યાય આપો, ન્યાય આપો’ની બૂમ સાંભળીને સૌ ચોંકી ગયા હતા. પોલીસે અડધો કલાક સુધી સમજાવ્યા બાદ યુવક ઝાડ પરથી ઊતર્યો હતો

ભ્રષ્ટાચારની તપાસની માગણી સાથે યુવક મંત્રાલયના ગેટ પાસે આવેલા ઝાડની ઉપર ચડી ગયો

દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયના ગેટ પાસેના બદામના ઝાડ પર ગઈ કાલે ચડી ગયેલા એક યુવકની ‘ન્યાય આપો, ન્યાય આપો’ની બૂમ સાંભળીને સૌ ચોંકી ગયા હતા. પોલીસે અડધો કલાક સુધી સમજાવ્યા બાદ યુવક ઝાડ પરથી ઊતર્યો હતો. બાદમાં પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું કે ઝાડ પર ચડીને ન્યાયની માગણી કરનારો યુવક નાશિક જિલ્લાના ગિરાનગર ગામનો સુનીલ તુકારામ સોનવણે હતો. ગિરાનગર ગ્રામ પંચાયતની સરપંચ અનિતા પવારે કરેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાની તેની માગણી છે. યુવકે આ બાબતે જિલ્લા પરિષદ પંચાયત સમિતિમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પરિણામ ન દેખાતાં તે મંત્રાલયના મેઇન ગેટ પાસેના ઝાડ પર ચડી ગયો હતો. 

south mumbai mumbai news mumbai nashik mantralaya