નરીમાન પોઈન્ટને મીરા-ભાઇંદર સાથે જોડવામાં આવશે, ટૂંક સમયમાં શરૂ થશે નિર્માણ કાર્ય

06 February, 2023 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ 2023-24થી શરૂ થશે. રોડ દ્વારા અંતર લગભગ 22 કિમી છે, જે કાપવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે. કોસ્ટલ રોડના નિર્માણથી આ અંતર થોડીવારમાં પાર કરી શકાશે

ફાઇલ તસવીર

BMC મુંબઈને કલ્યાણ (Kalyan), ભિવંડી (Bhiwandi), મીરા-ભાઇંદર (Mira-Bhayandar), વસઈ-વિરાર (Vasai-Virar), નવી મુંબઈ (Navi Mumbai), નરીમન પોઈન્ટ (Nariman Point) અને થાણે (Thane) સાથે જોડવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેમાંથી મુંબઈનો કોસ્ટલ રોડ મોખરે છે. પાલિકાએ કોસ્ટલ રોડ (Coastal Road)ને વર્સોવાથી દહિસર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ માટે 9000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર આઈએસ ચહલે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે ટેન્ડર તૈયાર છે, જે માર્ચ-એપ્રિલ સુધીમાં બહાર પાડવામાં આવશે.

વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ 2023-24થી શરૂ થશે. રોડ દ્વારા અંતર લગભગ 22 કિમી છે, જે કાપવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે. કોસ્ટલ રોડના નિર્માણથી આ અંતર થોડીવારમાં પાર કરી શકાશે. દહિસરથી મીરા-ભાઈંદર વચ્ચે લગભગ છ કિલોમીટર લાંબા રોડનું ટેન્ડર ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું.
નગરપાલિકાએ દહિસર અને ભાઇંદર વચ્ચે એલિવેટેડ રોડ બનાવવાની યોજના બનાવી છે, જેમાં 1.5 કિલોમીટર લાંબો રોડ મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારમાં આવશે, જ્યારે 3.5 કિલોમીટર લાંબો રોડ મીરા-ભાઈંદર મ્યુનિસિપલ વિસ્તારમાં આવશે.

ભવિષ્યમાં, આ એલિવેટેડ રોડ કોસ્ટલ રોડ (કાંદિવલી)ના અંત સાથે જોડવામાં આવશે, ત્યારબાદ લોકો દક્ષિણ મુંબઈથી ભાઇંદર સુધી સરળતાથી મુસાફરી કરી શકશે. તેના નિર્માણથી સમય અને ઇંધણની બચત તો થશે જ, પરંતુ લોકોને ટ્રાફિકમાંથી પણ રાહત મળશે.

કોસ્ટલ રોડ માટે 3545 કરોડ

બીએમસીના વર્ષ 2023-24ના બજેટમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. બજેટમાં 3545 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે કોસ્ટલ રોડના કામ માટે હાલ પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના ફંડની જરૂર છે. ચહલે કહ્યું કે અત્યાર સુધીમાં કોસ્ટલ રોડનું 69 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. કોસ્ટલ રોડના ફેઝ I, II અને IV પર કામ ચાલી રહ્યું છે. ચોથા તબક્કા હેઠળ ગિરગામ ચોપાટીથી પ્રિયદર્શિની પાર્ક સુધીની બીજી ટનલનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

1856 વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા

કોસ્ટલ રોડને સુરક્ષિત કરવા માટે સીસીટીવી, વીડિયો મેનેજમેન્ટ સિસ્ટમ, ઈમરજન્સી કમ્યુનિકેશન ફેસિલિટી, પોલીસ અને ફાયર બ્રિગેડ સાથે ઈન્સ્ટન્ટ કનેક્ટિવિટી ગોઠવવામાં આવશે. કોસ્ટલ રોડ પર મુસાફરીને સુરક્ષિત અને સરળ બનાવવા માટે 24-કલાક સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. કોસ્ટલ રોડની સાથે લગભગ 75 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન, જોગિંગ ટ્રેક, ઓપન થિયેટર, 3 અંડરગ્રાઉન્ડ પાર્કિંગ લોટ અને શૌચાલય સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: હવે શરૂ થશે મુંબઈ અને પુણેને જોડતી વંદે મેટ્રો ટ્રેન

બાકીના 1500 કરોડ રૂપિયા ક્યાંથી આવશે તેનો બજેટમાં કોઈ ઉલ્લેખ નથી. ચહલે કહ્યું કે કોસ્ટલ રોડનો પહેલો તબક્કો નવેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. 10 કિલોમીટર લાંબો રસ્તો બાંદ્રા-વરલી સી લિંક રોડને વર્લીના છેડે પ્રિન્સેસ સ્ટ્રીટ સાથે જોડશે.

mumbai mumbai news navi mumbai brihanmumbai municipal corporation thane kalyan