નરેન્દ્ર મોદી આવતી કાલે ગોરેગામ-મુલુંડના લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં ટનલના કામનું ભૂમિપૂજન કરશે

12 July, 2024 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાન આ સમયે બીજા કેટલાક પૂરા થઈ ગયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે મુંબઈની મુલાકાતે આવશે.  ગોરેગામ-ઈસ્ટમાં આવેલા નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં સાંજે પાંચ વાગ્યે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મુંબઈનાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ સબર્બ્સને જોડતા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બોરીવલી નૅશનલ પાર્કની નીચે બનાવવામાં આવનારી ૪.૭ કિલોમીટર લાંબી ટ્​વિન ટનલના કામનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન આ સમયે બીજા કેટલાક પૂરા થઈ ગયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ગઈ કાલે આપવામાં આવેલી માહિતી મુજબ ૬૩૦૧.૦૮ કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે ૧૨.૨૦ કિલોમીટર લંબાઈના ગોરેગામ-મુલુંડ લિન્ક રોડનું કામ ચાલી રહ્યું છે એમાં ૬.૬૫ કિલોમીટરની ટનલનો પણ સમાવેશ થાય છે. બે તબક્કાનું કામ થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કામાં આ ટનલનું કામ ભૂમિપૂજન થયા બાદ શરૂ કરવામાં આવશે. ઑક્ટોબર ૨૦૨૮ સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ ગોરેગામથી મુલુંડ ૭૫ મિનિટને બદલે માત્ર પચીસ મિનિટમાં પહોંચી શકાશે.

narendra modi brihanmumbai municipal corporation goregaon mulund mumbai news mumbai