19 January, 2023 09:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મુંબઈમાં ગુરુવારે (19 જાન્યુઆરી)ના રોજ બાળાસાહેબ ઠાકરેના નામે `આપલા દવાખાના` સહિત અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે વિશ્વને આજે ભારતના સંકલ્પ પર વિશ્વાસ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વમાં ભારત પ્રત્યે આટલી સકારાત્મકતા એટલા માટે છે કારણકે ભારત પોતાના સામર્થ્યનો ખૂબ જ સારી રીતે સદુપયોગ કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે આપણે તે સમય પણ જોયો છે જ્યારે ગરીબ કલ્યાણના પૈસા ગોટાળામાં ચાલ્યા જતા હતા. પીએમ મોદીએ કહ્યું કે આપણે ત્યાં તો ગઈ સદીનો એક લાંબો કાળખંડ માત્ર અને માત્ર ગરીબાઈની ચર્ચા કરવા અને વિશ્વ પાસેથી મદદ માગવામાં પસાર થયો.
`અવરોધ નાખવામાં આવ્યા`
પીએમ મોદીએ કહ્યું કે અહીંના વિકાસમાં સ્થાનિક સંસ્થા (BMC) ખૂબ જ મહત્વપૂર્ણ છે. બજેટની કોઈ કમી નથી, તેનો ઉપયોગ વિકાસ માટે થવો જોઈએ. ભ્રષ્ટાચાર હશે તો અહીંનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ હશે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ અને એનડીએની સરકાર વિકાસની આગળ રાજનીતિ કરવા દેતી નથી. અમે વિકાસ પર બ્રેક લગાવતા નથી પરંતુ મહારાષ્ટ્રમાં આ પહેલા અમે જોયું છે.
પીએમ મોદીએ કહ્યું કે અગાઉની સરકાર એટલે કે એમવીએ (ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપી)એ ડબલ એન્જિન સરકારના અભાવે કામમાં અવરોધ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2014 સુધી મુંબઈમાં મેટ્રો માત્ર 10-11 કિમી ચાલતી હતી. સરકાર આવતાની સાથે જ ડબલ એન્જિન ઝડપથી વિસ્તર્યું છે.
શું જણાવી મુંબઈની ભૂમિકા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુંબઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ મેટ્રો હોવી જોઈએ, છત્રપતિ શિવાજી ટર્મિનસના આધુનિકીકરણનું કામ, રસ્તાઓને સુધારવાનો એક વિશાળ પ્રોજેક્ટ અને બાળાસાહેબ ઠાકરેના નામે 20 આપલા દવાખાનાનું ઉદ્ઘાટન, આ સુધારાના પગલાં છે. મુંબઈ શહેર એક મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુંબઈની કાયાકલ્પ થવા જઈ રહી છે.
`ઉદ્ધવ ઠાકરેએ બદલ્યો પક્ષ`
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું કે 2019માં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર હોવી જોઈએ. તમે અમારા પર વિશ્વાસ કર્યો અને વોટ આપ્યો પરંતુ તેમણે (ઉદ્ધવ ઠાકરે) પક્ષ બદલીને અઢી વર્ષ માટે સરકાર બનાવી. આ પછી બાળાસાહેબ ઠાકરેમાં માનનારા એકનાથ શિંદેએ હિંમત બતાવી અને ફરી રાજ્યમાં જનતાની પસંદગીની સરકાર બની.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી BKC પહોંચે તે પહેલાં જ ઘટી મોટી દુર્ઘટના, એક પોલીસ ઘાયલ
શું કહ્યું એકનાથ શિંદે?
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ (Eknath Shinde) કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઘણા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ કેટલાક લોકો આવું ઇચ્છતા નહોતા. જણાવવાનું કે પીએમ મોદીએ મુંબઈમાં લગભગ 38,800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.