મણિપુર છોડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ રોકવા પીએમ મોદી કામ કરે છે: કૉંગ્રેસ નેતા નાના પટોલે

06 October, 2024 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nana Patole Slams PM Narendra Modi: દેશમાં મહિલાઓના હિતમાં કામ નથી થઈ રહ્યું. રાહુલ ગાંધીએ કામ કરશે જે પીએમ મોદીએ મહિલાઓ માટે નથી કર્યું.

નાના પટોલે અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવ્યા હતા, થાણેમાં એક જનસભાનું સંબોધન કરતી વખતે પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધન એટલે કે કૉંગ્રેસ (Nana Patole Slams PM Narendra Modi) અને તેના મિત્ર પક્ષો પર જોરદાર શાબ્દિક હુમલા કરી ટીકા કરી હતી. પીએમ મોદીની આ ટીકાનો જવાબ હવે મહારાષ્ટ્ર કૉંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole Slams PM Narendra Modi) રવિવારે શક્તિ અભિયાન અને ઈન્દિરા ગાંધી ફેલોશિપ પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓના હિતમાં કામ નથી થઈ રહ્યું. રાહુલ ગાંધીએ કામ કરશે જે પીએમ મોદીએ મહિલાઓ માટે નથી કર્યું. PM મોદી પર નિશાન સાધતા નાના પટોલેએ કહ્યું, `તેઓ મણિપુરની સમસ્યાને છોડીને ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધને રોકવા કેમ જાય છે?`

નાના પટોલેએ કહ્યું, `હવે પણ દેશમાં મહિલાઓના હિતમાં કામ નથી થઈ રહ્યું, જે પણ કામ મોદી (Nana Patole Slams PM Narendra Modi) મહિલાઓ માટે નથી કરી રહ્યા તે રાહુલ ગાંધી કરશે.` હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલ પર તેમણે કહ્યું, `અમે હરિયાણામાં ભાજપની હાલત જોઈ રહ્યા છીએ. હરિયાણાના લોકોએ અમને સમર્થન આપ્યું છે. હવે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે.

ચેમ્બુરમાં લાગેલી આગ પર નાના પટોલેએ કહ્યું, `મહારાષ્ટ્રમાં (Nana Patole Slams PM Narendra Modi) ઘણી જગ્યાએ આગ અને બ્લાસ્ટ જોવા મળી રહ્યા છે. ક્યાંય પ્રમાણપત્રની વ્યવસ્થા નથી. દરેક વ્યક્તિ ત્યાં બેસીને પૈસા ખાય છે અને કમિશન ચૂકવે છે અને સામાન્ય લોકો જીવ ગુમાવે છે. તેમણે કહ્યું કે `મોદીજી રાહુલ ગાંધીથી ડરે છે અને દેશની જનતા તે જાણે છે.`

મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી (Nana Patole Slams PM Narendra Modi) પર નાના પટોલેએ કહ્યું, `બધું સારું ચાલી રહ્યું છે, બધું સારું થશે. નવરાત્રિનો સમય છે અને અમે મહિલા શક્તિને વધુ મજબૂત કરી રહ્યા છીએ. કૉંગ્રેસ દ્વારા એક વર્ષ પહેલા ઈન્દિરા ગાંધી ફેલોશિપ શરૂ કરવામાં આવી હતી. આજથી મહારાષ્ટ્રમાં પણ આ યોજના શરૂ થઈ રહી છે. મહિલા અનામત બિલ સોનિયા ગાંધી લાવ્યા હતા, આ એ જ ભાજપ છે જેણે તે સમયે આ બિલનો વિરોધ કર્યો હતો અને હવે તેને ફરીથી પસાર કરવામાં આવ્યો છે.

પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું, `પીએમ મોદી ભાગલા પાડવાનું કામ કરે છે, આ તેમની સ્ટાઈલ છે. કૉંગ્રેસને ગાળો આપવી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું (Nana Patole Slams PM Narendra Modi) અપમાન કરવું એ તેમની રાજનીતિ છે. રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપો. શું મણિપુર દેશનો ભાગ નથી? શા માટે તેઓ આ બધી સમસ્યાઓ છોડીને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત લાવવા જાય છે? તેમણે કહ્યું, `મોહન ભાગવત કહી રહ્યા છે કે ભાજપ સરકારમાં હિન્દુઓ અસુરક્ષિત છે એટલે કે તેઓ જે પક્ષને સમર્થન આપી રહ્યા છે તે જ પક્ષ હિન્દુમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યો છે.

congress narendra modi rahul gandhi mumbai news political news maharashtra news