લોરેન્સ બિશ્નોઈ ગેન્ગના ટાર્ગેટ પર હવે છે આ કૉમેડિયન? મારવાની ધમકી મળતા પોલીસે સુરક્ષા વધારી

14 October, 2024 09:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Munawar Faruqui security increases: લોરેન્સ બિશ્નોઈની ગેન્ગ દ્વારા જાણીતા સ્ટેન્ડઅપ કૉમેડિયન મુનાવર ફારુકીને પણ મારી નાખવાની ધમકી મળી હતી જેને પગલે પોલીસે તેની સુરક્ષા વધારી છે.

મુનાવર ફરૂકી (ફાઇલ તસવીર)

છેલ્લા અનેક સમયથી દેશભરમાં દેશના મોટા સિંગર, અભિનેતાઓ અને રાજકારણીઓને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેન્ગ દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. થોડા સમય પહેલા બૉલિવૂડના ભાઇજન સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની ઘટના બની હતી તેમ જ સલમાનના પિતાને (Munawar Faruqui security increases) પણ અજાણ્યા લોકોએ મારી નાખવાની જાહેર ધમકી આપી હતી. તેમ જ દશેરાની રાતે મુંબઈમાં એનસીપીના મોટા નેતા બાબા સિદ્દીકીની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેના પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગનો હોવાની માહિતી પોલીસે આપી હતી અને હવે હાલમાં લોરેન્સ બિશ્નોઈની ગેન્ગ દ્વારા જાણીતા સ્ટેન્ડઅપ કૉમેડિયન મુનાવર ફારુકીને પણ કથિત રીતે મારી નાખવાની ધમકી મળી હતી જેને પગલે પોલીસે તેની સુરક્ષા વધારી છે.

મુંબઈ પોલીસે ‘બિગ બૉસ 17’ ના વિજેતા કૉમેડિયન મુનાવર ફારુકીના (Munawar Faruqui security increases) જીવના જોખમને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષામાં વધારો કયો છે, એમ સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "અમે તેને સુરક્ષા પૂરી પાડી છે." કૉમેડિયન મુનાવર ફારુકીને મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તેને આ સુરક્ષા પુરી પાડી છે. વિવિધ અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ધમકીઓ બિશ્નોઈ ગેન્ગ તરફથી આપવામાં આવી હતી, જોકે મુંબઈ પોલીસ દ્વારા આ વાતની કોઈ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બાબત દિલ્હીની ઘટનાના અઠવાડિયા પછી સામે આવી છે.

મળેલી અનુસાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુનાવર ફારુકી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો. જોકે, દિલ્હી પોલીસના (Munawar Faruqui security increases) સ્પેશિયલ સેલને આ કાર્યક્રમમાં તેના પર હુમલો કરવાની યોજના અંગે ચોક્કસ માહિતી મળી હત જેની મુનાવરને પણ જાણ કરવામાં આવી હતી જેને લીધે તેને આ શોમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેને સુરક્ષા હેઠળ મુંબઈ પરત મોકલવામાં આવ્યો હતો, અને મુંબઈ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી, જેના કારણે હવે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં વેપારી નાદિર શાહની હત્યાના (Munawar Faruqui security increases) સંબંધમાં ધરપકડ કરાયેલા શૂટરે દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ સાથે સપ્ટેમ્બરમાં મેચ રમવા આવતાં મુનાવર ફારુકી જ્યાં રોકાવાનો હતા તે હૉટેલમાં તેને જાસૂસી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ આરોપીએ આપેલી માહિતી બાદ, પોલીસે મુનાવરને સુરક્ષિત રીતે મુંબઈ પરત ફરવાની ખાતરી આપી હતી અને ત્યારબાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ જ્યારે મુનાવરને ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે બિશ્નોઈ ગેન્ગના બે શંકાસ્પદ લોકો પણ આ ફ્લાઇટમાં તેની પાછળ આવતા જોવા મળ્યા હતા અને આગમન પર તેઓએ તે જ હૉટેલમાં રૂમ બુક કરાવ્યા હતા, જે ફારુકીની સલામતી માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.

munawar faruqui lawrence bishnoi mumbai police Salman Khan baba siddique mumbai news