25 July, 2024 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેનની ફાઇલ તસવીર
કેન્દ્રીય બજેટમાં મહારાષ્ટ્ર અને મુંબઈને ખાસ કંઈ આપવામાં આવ્યું ન હોવાના વિરોધ પક્ષોના આરોપ થઈ રહ્યા છે ત્યારે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે કહ્યું હતું કે ‘મુંબઈમાં રેલવેના વિકાસ માટે બજેટમાં ૧૫,૯૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રૂપિયામાંથી આગામી પાંચ વર્ષમાં વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં ૨૫૦ વધુ લોકલ સામેલ કરવામાં આવશે. આથી મુંબઈગરાઓની હાલાકીમાં રાહત થશે. આ સિવાય આ સમયગાળામાં મુંબઈથી ૫૦થી ૧૦૦ જેટલી બહારગામની નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પનવેલ, કલ્યાણ, કુર્લા અને પરેલમાં નવાં ટર્મિનસ પણ શરૂ કરવામાં આવશે.’