Mumbai: ઓમાનમાં નોકરી અપાવવાના નામે કરાયો દેહ વ્યાપાર, બે એજન્ટની ધરપકડ

10 March, 2023 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક 43 વર્ષીય કાસ્ટિંગ એજન્ટને ઓમાનમાં નોકરી અપાવવાનો ખોટો વાયદો કર્યો હતો. તેણે નોકરીનો ઝાંસો આપતા મહિલાને ઓમાનમાં દેહ વ્યાપારમાં જબરજસ્તી ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મીરા-ભાઇંદર વસઈ વિરાર પોલીસ (એમબીવીવી)એ મહિલાઓના દેહ વ્યાપારના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. એમબીવીવી પોલીસે બે એજન્ટ્સની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓએ કહેવાતી રીતે એક 43 વર્ષીય કાસ્ટિંગ એજન્ટને ઓમાનમાં નોકરી અપાવવાનો ખોટો વાયદો કર્યો હતો. તેમણે નોકરીનો ઝાંસો આપતા મહિલાને ઓમાનમાં દેહ વ્યાપારમાં જબરજસ્તી ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો.

3 લાખ રૂપિયામાં નક્કી કર્યો વ્યાપાર
પોલીસે જણાવ્યું કે મહિલાને ખબર પડી કે બન્ને એજન્ટે તેને મોકલવા માટે ઓમાનમાં પોતાના સાથીદારો પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા છે. મીરા ભાઇંદર-વસઈ વિરાર (એમબીવીવી)માં કશ્મીર પોલીસે આ મામલે ઑગસ્ટમાં પ્રાથમિકી દાખલ કરી હતી. પોલીસ અધિકારી (ઝૉન i) જયંત બજબાલે, વરિષ્ઠ નિરીક્ષક સંદીપ કદમ અને ઉપ નિરીક્ષક સૂરજ જગતાપના માર્ગદર્શનમાં પોલીસની એક ટીમે આરોપીની ગયા અઠવાડિયે ધરપકડ કરી હતી.

મહિલાનો દાવો- અમારી NGOનું અન્ડર કવર ઑપરેશન હતું
આરોપીઓની ઓળખ કર્ણાટકના 46 વર્ષીય અશરફ મૈદુ કવિરા અને ઘાટકોપરની 46 વર્ષીય નમિતા સુનીલ મસુલકર તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે આ માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે કે આ રેકેટમાં હજી કેટલા એજન્ટ સામેલ છે અને તેમણે કેટલી મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલી છે. આ મામલે ફરિયાદીઓ બુધવારે દાવો કર્યો કે આ તેમના એનજીઓ, છત્રપતિ મરાઠા સામ્રાજ્ય સંગઠન દ્વારા એક અન્ડરકવર ઑપરેશન હતું.

NGOને આ સંબંધમાં મળી હતી અનેક ફરિયાદો
મહિલાએ જણાવ્યું કે કેટલીક પીડિતોના પરિવાર આ પ્રકારની ફરિયાદ લઈને એનજીઓ પાસે ગયા હતા. જેના પછી અમારી એનજીઓએ આ મામલે તપાસ માટે પ્લાન ઘડ્યો. તેમણે કહ્યું કે મને ખબર પડી કે એજન્ટની એક ગ્રુપ મહિલાઓને ઘરગથ્થૂ મદદ, મૉલમાં એક સેલ્સ ગર્લ, એક નર્સ વગેરે તરીકે કામ કરવાના પ્રસ્તાવ સાથે ઓમાન મોકલી રહ્યું હતું પણ પછીથી તે મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવતી હતી.

મહિલાએ પોતાના NGO સભ્યોને મોકલી હતી તસવીરો
મહિલાએ કહ્યું કે પરિવારોએ અમે જણાવ્યું કે વિદેશમાં નોકરીની શોધ કરતી મહિલાઓને જસ્ટડાયલ પર એજન્ટોના કૉન્ટેક્ટ નંબર મળ્યા હતા. મેં એક નંબર પર ફોન કર્યો અને નમિતા સાથે સંપર્ક કર્ય, જેણે મને ઓમાનમાં નોકરીની રજૂઆત કરી. હું 27 જુલાઈ 2022ના રોજ ઓમાન પહોંચી. ત્યાર બાદ મહિલાએ અન્ય મહિલાઓના વીડિયો અને તસવીરો લીધી અને પોતાના બે એનજીઓ સભ્યો જિતેન્દ્ર પવાર અને નવીન મોરેને મોકલી દીધી.

વિભિન્ન દેશોની મહિલાઓ ફસાઈ છે દેહ વ્યાપારમાં
ફરિયાદીએ કહ્યું કે તેણે "પોતાના એનજીઓ સહયોગીઓ સાથે પોતાના અંતિમ લોકેશન પણ શૅર કર્યા અને સંપર્ક ન થતા મદદ માટે આવા માટે કહ્યું હતું." મહિલાએ જમાવ્યું કે અમારા એનજીઓના સભ્યોએ મને ત્યાંથી કાઢવા માટે ઓમાન એજન્ટોને 1.6 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું હતું. ફરિયાદીએ ભારત, શ્રીલંકા, આફ્રિકા, નાઈજીરિયા, બાંગ્લાદેશ અને મલેશિયાની લગભગ 70 મહિલાઓને આ પ્રકારે જ દેહ વ્યાપારમાં ધકેલવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : સાવકા ભાઈ-બહેનના આડા સંબંધનો માએ કર્યો વિરોધ, બંનેએ મળી કરી માતાની હત્યા

પહેલા આરોપીઓની ધરપકડ ઇચ્છતી હતી મહિલા
ફરિયાદી મહિલાએ જણાવ્યું કે ઓમાનમાં એજન્ટોએ મહિલાઓની પસંદગી કરી અને તેમણે પોતાના ગ્રાહકો પાસે દેહ વ્યાપાર માટે મોકલી દીધી. તે 2 ઑગસ્ટના ભારત પાછી આવી અને પીડિતા તરીકે પોલીસમાં ફરિયાદ નોંધાવી. એ પૂછવા પર કે તેણે અંડરકવર ઑપરેશનનો ખુલાસો પહેલા કેમ ન કર્યો, ફરિયાદીએ કહ્યું કે તે પહેલા ઈચ્છતી હતી કે પોલીસ ગ્રુપના સભ્યોને પકડે. તેણે કહ્યું કે તેણે વડાપ્રધાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને સંબંધિત અધિકારીઓને ઓમાનમાં કેદ મહિલાઓને મુક્ત કરાવવા માટે પત્ર લખ્યા છે. મહિલાના મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ સાથે સંપર્ક બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી.

Mumbai mumbai news mumbai crime news Crime News sexual crime oman ghatkopar mira road bhayander vasai virar