27 May, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai) શહેરમાં આજની સોમવારની સવાર દરરોજ કરતા થોડી અલગ રહી છે. આજે સવારથી જ સુરજ દાદા આકાશમાં દેકાયા નથી. વાદળો તો જાણે હમણાં વરસું – હમણાં વરસું થઈ રહ્યાં છે. મુંબઈકર્સને સોમવારે સવારે ગરમીમાંથી થોડી રાહત મળી હતી. આજે સવારે શહેરમાં મેઘમય આકાશ (Mumbai Weather Updates) અને જોરાદા પવનનો અનુભવ થયો હતો. ત્યારબાદ ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department - IMD) એ શહેર અને તેના ઉપનગરોમાં સાંજે અથવા રાત્રે વરસાદની આગાહી કરી છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
મુંબઈમાં આજનું હવામાન
આજે દિવસની શરૂઆત 29°C ના લઘુતમ તાપમાન સાથે થઈ, જે 34°C સુધી પહોંચવાની આગાહી છે. દિવસ દરમિયાન શહેર અને ઉપનગરોમાં તાપમાન સરેરાશ 30.2°C ની આસપાસ રહેશે. પશ્ચિમ દિશાના પવન 11.1 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે. જયારે સૂર્યોદય 06:05 કલાકે થયો અને સૂર્યાસ્ત 07:11 કલાકે થવાની આશા છે.
અઠવાડિયાનું હવામાન અનુમાન
આ અઠવાડિયાના હવામાનની વાત કરીએ તો, શહેરમાં મંગળવાર અને બુધવારના લઘુતમ તાપમાન 29°C પર જ રહેશે. જ્યારે ગુરુવારે તાપમાનમાં થોડો ઘટાડો થતા તે 28°C પર પહોંચી જશે. આખા અઠવાડિયા દરમિયાન લઘુતમ તાપમાન 28°C થી 29°C ની વચ્ચે રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 33°C થી 35°C ની વચ્ચે રહેવાની આગાહી છે. દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ રહેશે.
આવનારા દિવસોમાં વરસાદની આગાહી
આ સપ્તાહે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જો આવનારા દિવસોમાં મુંબઈમાં વરસાદ પડે તો છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અતિશય ગરમીમાંથી મુંબઈકર્સને થોડીક રાહત મળવાની સંભાવના રહેશે. તમને જણાવી દઈએ કે, આ આગાહી અગાઉના કેટલાક મહિનામાં અનુભવાયેલી હિટવેવ્સને અનુસરીને કરવામાં આવી છે.
એક્યુઆઈ મધ્યમ શ્રેણીમાં
હવાની ગુણવત્તાના મામલે, મુંબઈ માટે PM10 કણો માટે હવાનું ગુણવત્તા સૂચકાંક (Air Quality Index - AQI)) હાલમાં 176 છે, જે `મધ્યમ` શ્રેણીમાં આવે છે. સફર – ઇન્ડિયા (SAFAR-India) સૂચવે છે કે AQI મૂલ્યો શૂન્યથી 50 વચ્ચે `સારા` ગણાય છે, જ્યારે 50 અને 100 વચ્ચેના મૂલ્યો `સંતોષકારક` હોય છે. 100 થી 200 સુધીના AQI સ્તરો માટે મધ્યમ સાવચેતીની સલાહ આપવામાં આવે છે.
આ તારીખથી આવશે ચોમાસું
મુંબઈમાં ચોમાસું શરુ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ભારતીય હવામાન વિભાગના અધિકારીઓએ એક પોર્ટલને જણાવ્યા પ્રમાણે, 10 જૂન, 2024 થી મુંબઈમાં ચોમાસું શરુ થશે. જોકે, આ બાબતે હવામાન વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. કેરળમાં ચોમાસાંના આગમનના આધારે, મુંબઈમાં 10 કે 11 જૂન, 2024 થી વરસાદ શરૂ થઈ શકે છે.