મુંબઈમાં ઠંડીના આગમનના એંધાણ?! શહેરના તાપમાન થયો આટલો ઘટાડો

15 November, 2024 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather Updates: ગુરુવારે પહેલીવાર મુંબઈમાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું, જાણો ક્યારથી શહેરમાં પડશે ઠંડી

ફાઇલ તસવીર

મુંબઈમાં ઠંડી (Winter in Mumbai)નું આગમન બહુ જલ્દી થશે તેવું લાગે છે. કારણકે શહેરમાં તાપમાન (Mumbai Weather Updates) ઘટ્યું છે. ગઈકાલે એટલે કે, ૧૪ નવેમ્બરે ગુરુવારે પહેલીવાર મુંબઈમાં ઓછું તાપમાન નોંધાયું હતું.

ગુરુવારે, આ વર્ષે પ્રથમ વખત મુંબઈ (Mumbai)માં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. સાંતાક્રુઝ (Santacruz)માં સવારનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી ઓછું છે. ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department - IMD)ની આગાહી અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

મુંબઈમાં આજનું હવામાન

આજે એટલે કે, ૧૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ મુંબઈનું હવામાન લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસથી, લઘુત્તમ 23 ડિગ્રી સેલ્સિયસથી અને મહત્તમ 36 ડિગ્રી સેલ્સિયસથી દર્શાવે છે. ભેજનું સ્તર 54 ટકા છે અને પવનની ઝડપ 6 કિમી પ્રતિ કલાક છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસોમાં તાપમાન 34-35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. પરંતુ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

આ અઠવાડિયે મુંબઈનું વાતાવરણ કેવું રહેશે?

શુક્રવાર: મુંબઈમાં 15 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 30.53 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28.06 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. દિવસભર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

શનિવાર: મુંબઈમાં 16 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28.35 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.

રવિવાર: મુંબઈમાં 17 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27.97 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.

સોમવાર: મુંબઈમાં 18 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 30.46 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27.82 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.

મંગળવાર: મુંબઈમાં 19 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 29.86 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.93 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.

બુધવાર: મુંબઈમાં 20 નવેમ્બર 2024નું હવામાન, મહત્તમ તાપમાન 29.88 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.27 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે.

મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ શું છે?

મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 119 પર છે, જે મધ્યમ તરીકે વર્ગીકૃત થયેલ છે. નોંધનીય છે કે, AQI જેટલું ઊંચું હશે, હવાનું પ્રદૂષણનું સ્તર જેટલું ઊંચું હશે અને આરોગ્યની ચિંતા એટલી જ વધારે હશે. 50 કે તેથી ઓછો AQI સારી હવાની ગુણવત્તા સૂચવે છે, જ્યારે 300 થી વધુ AQI જોખમી હવાની ગુણવત્તા સૂચવે છે.

Weather Update mumbai weather indian meteorological department mumbai mumbai news air pollution