Mumbai Weather: દિવાળીને દિવસે મુંબઈમાં આકાશ સ્વચ્છ પણ હવાની ગુણવત્તા નબળી- સાંજે વરસાદ થશે?

31 October, 2024 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Weather: મુંબઈના તાપમાનમાં લગભગ બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. સાંજથી રાતના સમયે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

આજે સમગ્ર મુંબઈમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે મુંબઈમાં ધુમ્મસભર્યું વાતાવરણ (Mumbai Weather) જોવા મળી રહ્યું છે. તેમ હોવા છતાં આજે મુંબઈની હવાની ગુણવત્તા સારી નથી. AQI મોનિટરિંગ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર આજે મુંબઈની હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં નોંધાઈ છે. આ સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈના તાપમાનમાં લગભગ બે ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

આજના હવામાનની વાત કરવામાં આવે તો કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન (Mumbai Weather) 32.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગનો ડેટા સૂચવે છે કે સાંતાક્રુઝ વેધશાળામાં 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે 1.4 ડિગ્રી ઓછું હતું.

સાંજે ગાજવીજ સાથે વરસાદ થશે

ભારતીય હવામાન ખાતું મુંબાઈના વાતાવરણ વિશે અપડેટ આપતા જણાવે છે કે સવારના સમયે ધુમ્મસનું વાતાવરણ જોવા મળશે અને સાંજથી રાતના સમયે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે જ વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વર્તાઇ છે. આ આગાહી આગામી 24 કલાક માટે જાહેર કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ અપડેટ અનુસાર મુંબઈના હવામાનમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે. આ સાથે જ જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો તે 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ભેજનું પ્રમાણ વાતાવરણ (Mumbai Weather)માં 74 ટકા રહેવાની શક્યતા છે.

હવાની ગુણવત્તા 

આજે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશ દ્વારા આપવામાં આવેલ અપડેટ અનુસાર મુંબઈની હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવી છે. સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ AQI 156 નોંધાયો હતો. 

દિવાળી ઉજવણીને ભાગરૂપે હવાની ગુણવત્તા ગબડી 

Mumbai Weather: જોકે, અત્યારે સમગ્ર મુંબઈમાં ઠેરઠેર દિવાળીની ઉજવણીના ભાગરૂપે ફટાકડા સહિતનું પ્રદૂષણ કરવામાં આવી રહ્યું હોવાથી કેટલાક પરા વિસ્તારોમાં AQI મધ્યમ અને તેનાથી પણ નીચેની જોખમી શ્રેણીમાં સરકી ગયો હતો. 

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, ભાયખલા, કાંદિવલી, ખેરવાડી, મલાડ અને સેવરી વિસ્તારોમાં અનુક્રમે 202, 206, 218, 222, 232 અને 267 AQI સાથે હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધાઈ હતી.

અત્યારે જે રીતે મુંબઈમાં વાયુ પ્રદૂષણ (Mumbai Weather)નું સ્તર સતત વધી રહ્યું હોઇ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બાંધકામ સાઇટ્સ માટે ગયા વર્ષે જારી કરાયેલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સિવિક બૉડીએ બાંધકામ સ્થળોની મુલાકાત લેવા માટે વોર્ડ સ્તરે ટીમ પણ તૈયાર કરી છે. આ સાતે જ જણાવવામાં આવ્યું છે કે જો માર્ગદર્શિકાનો ભંગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તમામ બાંધકામ પ્રોજેક્ટ વર્ક સાઇટ્સ પર સેન્સર આધારિત વાયુ પ્રદૂષણ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને જો પ્રદૂષણનું સ્તર મર્યાદા કરતાં વધુ જોવા મળે તો તાત્કાલિક પગલાં લેવાશે.

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department monsoon news air pollution