Mumbai weather: ઠંડી ગાયબ અને વરસાદી ઝાપટાંનું આગમન! મુંબઈમાં વાતાવરણ ગબડ્યું

04 December, 2024 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai weather: આગામી 48 કલાક માટે મુંબઈમાં વરસાદી વાતાવરણનો ઈશારો આપવામાં આવ્યો છે. થાણે અને પાલઘર જિલ્લામાં હળવા વરસાદી છાંટણા થશે.

વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આજના વાતાવરણની વાત કરવામાં આવે તો આજે શહેરમાં વરસાદી વાતાવરણ (Mumbai weather)ની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે દક્ષિણ મુંબઈ, પવઈ, નવી મુંબઈ અને ગોરેગાંવ જેવા પ્રદેશોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાંઓ પણ પડી રહ્યા છે. આ રીતે ઓચિંતા થયેલા બદલાવને કારણે મુંબઈગરાઓ બેચેની અનુભવી રહ્યા છે.

આજે મુંબઈમાં તાપમાનનો પારો 29 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. આ સાથે જ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 25°C તેમ જ મહત્તમ તાપમાન 35°C રહેશે. આજે શહેરની હવામાં 57 ટકા ભેજનું સ્તર હોવાનું નોંધાયું છે.

ચક્રવાત ફેંગલની અસર મહારાષ્ટ્રમાં પણ?

Mumbai weather: અત્યારે દેશમાં ચક્રવાત ફેંગલની તબાહી છે. ઉપેરથી આ વર્ષે તો ઠંડીએ પણ મોડેથી દસ્તક દીધી છે. અને હવે ઠંડીનું જોર પણ ધીમે ધીમે ઓસરી રહ્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડી હતી ન હતી જેવી થઈ ગઈ છે, કેટલાક સ્થળોએ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. હવામાન ખાતાની આગાહી તરફ નજર કરીએ તો આગામી 48 કલાક માટે મુંબઈમાં વરસાદી વાતાવરણનો ઈશારો આપવામાં આવ્યો છે. ખાસ કરીને થાણે અને પાલઘર જિલ્લામાં હળવા વરસાદી છાંટણા જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

એક તો ઠંડી ને ઉપરથી વરસાદ! બાપ રે!

મુંબઈગરાઓ પર જાણે પડ્યા પર પાટુ મરાયું હોય એ રીતે અત્યારે ઠંડીનો ચમકારો તો છે જ એ વચ્ચે હવે અણધાર્યા આવી ચડેલા વરસાદી ઝાપટાં (Mumbai weather) ઓને કારણે હેરાનગતિ થઈ છે.

આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ

જોકે, આગામી થોડાક દિવસ આવું જ વાતાવરણ રહેશે. લગભગ આવી જ હવામાનની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. 8થી 10 ડિસેમ્બર સુધી ચક્રવાત ફેંગલની ઓછી અસર ઓછી થશે, ત્યારબાદ થોડીક રાહત થશે. ગરમીમાં પણ ઘટાડો થશે અને વાતાવરણમાં ફરીથી ખુશનુમા બનશે.

મુંબઈની હવાનો AQI કેટલો?

મુંબઈની હવાની ગુણવત્તા (Mumbai weather) વિષે વાત કરવામાં આવે તો આજે AQI 106.0 જેટલો નોંધાયો છે. એટલે જ કે મુંબઈમાં હવાનું સ્તર મધ્યમ હોવાની જાણવા મળ્યું છે. આવા વાતાવરણમાં ખાસ કરીને અસ્થમા જેવા શ્વસનજન્ય રોગો ધરાવતા લોકો અને બાળકોએ બને ત્યાં સુધી બહારના કામકાજમાં મર્યાદા લાવવી જોઈએ.

કોંકણ- સિંધુદુર્ગ-રત્નાગિરીમાં પણ વરસાદી માહોલ 

મુંબઈની સાથે જ દક્ષિણ કોંકણ પણ વાતાવરણમાં ગડબડ થશે એવી આગાહી કરાઇ છે. સિંધુદુર્ગ, રત્નાગીરી અને રાયગઢ જિલ્લામાં આજે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં થવાની શક્યતા વર્તાઇ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોના નાગરિકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department konkan sindhudurg maharashtra news palghar mumbai rains