Mumbai weather: ઠંડીનું જોર વધશે, આજે મુંબઈનું વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગની આ ખાસ આગાહી તરફ નજર

24 January, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai weather: હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરાઇ છે કે રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે

તાપણું કરતાં લોકોની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો (Mumbai weather) થયો હોઈ ઠંડીનું જોર હજી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરાઇ છે કે રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ જ કારણોસર આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી જોર પકડે એવું જણાઈ રહ્યું છે.

રાજ્યના અનેક ઠેકાણે ઠંડીએ જોર પકડયું
 
આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે. તો કેટલાક સ્થળોએ સવારના સુમારે કરા પણ પડી રહ્યા છે. કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. ધુળેમાં સૌથી ઓછું તાપમાન 9.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન પરભણીમાં વસંતરાવ નાઈક મરાઠવાડા કૃષિ કોલેજમાં 9.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

મુંબઈ શહેરની વાત કરવામાં આવે તો હાલ (Mumbai weather)માં અહીં 25.32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. IMDની આગાહી અનુસાર  લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 21.99 ડિગ્રી સેલ્સિયસ અને 26.94 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 

મુંબઈમાં આજે હળવા પવનો ફૂંકાશે- આકાશ સ્વચ્છ 

ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આજે એટલેકે 24 જાન્યુઆરીએ મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેશે. આજે પવન લગભગ 8 કિમી/કલાકની ઝડપે વહેતો રહેશે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 43 ટકા રહેશે. આ સાથે જ આજે હળવા પવનો ફૂંકાઈ શકે છે.

વિકેન્ડમાં કેવું રહેશે વાતાવરણ ?

આ તો થઈ આજના વાતાવરણ (Mumbai weather)ની વાત. આવનાર દિવસો એટલે કે 25 અને 26 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો મુંબઈ સિટીમાં હવામાન વિભાગના હવામાન અહેવાલ અનુસાર સ્પષ્ટપણે આકાશ ચોખ્ખું રહેવાના સંકેત છે. શનિવાર અને રવિવાર બંને દિવસે તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

મુંબઈમાં આજે AQI 175.0 નોંધાયો છે, આ સાથે જ આજે મુંબઈમાં હવાની ગુણવત્તા મધ્યમ છે તેમ સ્પષ્ટ થયું છે. રોગ કે નાના બાળકોએ બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જોકે, આજનો AQI છેલ્લા કેટલાક મહિનાઓ કરતાં થોડોક રાહત આપનારો હોય એવું લાગી રહ્યું છે. છતાં, શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોને બને ત્યાં સુધી બહારના કામ ટાળવાની સૂચના આપવામાં આવે છે. માસ્કનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામા આવે છે. 

ભારતમાં રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંક (AQI) દ્વારા હવામાનની ગુણવત્તા (Mumbai weather) નક્કી કરવામાં આવે છે. AQIના સૂચકાંકની વાત કરવામાં આવે તો 0થી 50 ને `સારું`, 51થી 100 ને `સંતોષકારક`, 101થી 200 ને `મધ્યમ`, 201થી 300 ને `ખરાબ`, 301થી 400 ને `ખૂબ જ ખરાબ` અને 401થી 500ને ‘ગંભીર’ હવામાનની કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે.

mumbai news mumbai Weather Update mumbai weather indian meteorological department air pollution