midday

શુક્ર-શનિવારે લોઅર પરેલ અને કરી રોડમાં પાણી નહીં આવે

27 November, 2024 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાણીની લાઇનનું સમારકામ આવતી કાલે રાતે ૧૦થી શુક્રવારે રાતે ૮ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા લોઅર પરેલથી સેનાપતિ બાપટ માર્ગના ગાવડે ચોક સુધીની પાણીની ૧૪૫૦ મિલીમીટર વ્યાસની તાનસા જળાશયની મેઇન પાણીની લાઇનનું સમારકામ આવતી કાલે રાતે ૧૦થી શુક્રવારે રાતે ૮ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. આ કામને લીધે શુક્ર-શનિવારની રાત સુધી પાણીની સપ્લાય બંધ કરવામાં આવશે એથી લોઅર પરેલ અને કરી રોડ સહિત આસપાસના વિસ્તારોમાં શુક્ર-શનિવારે પાણી નહીં આવે.

Whatsapp-channel
Water Cut brihanmumbai municipal corporation south mumbai lower parel prabhadevi currey road mumbai mumbai news