અંધેરી સહિત મુંબઈના આ વિસ્તારોમાં ફરી થશે પાણીકાપ, આટલા દિવસ સુધી થશે હાલાકી

17 May, 2024 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Water Cut: બીએમસી દ્વારા મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો કરતી પાઇપ લાઇનને જોડવા માટે અને જૂની પાઇપલાઇનનું સમારકામ અને તેને બદલવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે,

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ મહાનગર પાલિકા દ્વારા મુંબઈમાં લોકસભાની ચૂંટણી પછી એટલે કે 22મી અને 23મી મેના રોજ શહેરમાં પાણી પુરવઠો બંધ (Mumbai Water Cut) કરવામાં આવવાનો છે, જેથી ચૂંટણી પછીના બે દિવસ સુધી મુંબઈગરાઓને પાણીની અછત જાણવાની છે. બીએમસી દ્વારા મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો કરતી પાઇપ લાઇનને જોડવા માટે અને જૂની પાઇપલાઇનનું સમારકામ અને તેને બદલવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી નક્કી કરવામાં આવેલા બે દિવસ સુધી શહેરમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.

બીએમસી દ્વારા હાથ ધરવામાં આવેલું આ કામકાજ 16 કલાક સુધી ચાલવાનું છે. પાણીની પાઇપલાઇનની રિપેરિંગના કામકાજને લીધે મુંબઈમાં (Mumbai Water Cut) વધુ સરળ રીતે પાણી પૂરું પાડવામાં આવશે, એવું એક અધિકારીએ આખું કહ્યું હતું. આ કામકાજના સમય દરમિયાન મુંબઈમાં ઓછા દબાણથી પાણીનો પુરવઠો કરવામાં આવશે તેમ જ અમુક સમય સુધી પાણીને બંધ પણ કરવામાં આવી શકે છે.

મુંબઈ મહાપાલિકા દ્વારા અંધેરી પૂર્વના કે પૂર્વ વોર્ડમાં પાણીની પાઇપલાઇનના જાળવણીના કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામકાજમાં શહેરમાં પાણી પુરવઠો કરતી બે મુખ્ય પાઇપલાઇન 1500 મીમી વ્યાસની પાણીની પાઇપલાઇનને નવી 1200 મીમી વ્યાસની પાઇપલાઇન (Mumbai Water Cut) સાથે જોડવામાં આવવાની છે.  આ કામ કે પૂર્વ વોર્ડના સાવંત માર્ગ અને કાર્ડિનલ ગ્રેશિયસ માર્ગ જંક્શનથી કાર્ડિનલ ગ્રેશિયસ માર્ગ અને સહર માર્ગ જંક્શન સુધી કરવામાં આવાવનું છે.

આ કામ દરમિયાન 1200 મીમી વ્યાસની જૂની ક્ષતિગ્રસ્ત પાઇપને કાઢી નાખવામાં આવશે. પાણીની પાઇપલાઇનને બદલવાનું આ કામ 22 મે, 2024ના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈને 23 મે, 2024ના રોજ સવારે 1:00 વાગ્યે પૂર્ણ થશે. જેથી 16 કલાક સુધી પાણીનો પુરવઠો ખંડિત થઈ શકે છે અથવા ઓછા દબાણે થઈ શકે છે, એવું એક બીએમસી (Mumbai Water Cut) અધિકારીએ કહ્યું હતું. આ કામ પૂર્ણ થયા પછી, વેરાવલી જળાશયો 1, 2 અને 3ના જળ સ્તરમાં નોંધપાત્ર સુધારાની અપેક્ષા છે. આ કામ બાદના પરિણામ બાદ અંધેરી (પૂર્વ) અને (પશ્ચિમ) જોગેશ્વરી (પૂર્વ) અને (પશ્ચિમ), અને વિલેપાર્લે (પૂર્વ) અને (પશ્ચિમ) સહિતના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઓછી થશે.

આ સાથે કે પૂર્વ વોર્ડ, પી દક્ષિણ વોર્ડ, કે પશ્ચિમ વોર્ડ, વિલેપાર્લે પશ્ચિમ, જેવા વિસ્તારોમાં પણ અમુક કલાકો સુધી પાણી બંધ રાખવાની સાથે થોડા કલાક સુધી ઓછા દબાણે પાણીનો પુરવઠો કરવામાં આવશે, એવું બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું. કામકાજને લીધે પાણીનો પુરવઠો બંધ રાખવામાં આવવાનો છે જેને લીધે નાગરિકોને પાણીનો સંગ્રહ કરીને આગામી પાંચથી છ દિવસ સુધી પાણી ફિલ્ટર અને ઉકાળીને પીવાની પણ અપીલ કરવામાં આવી છે અને બીએમસીનું આ કામ નક્કી કરવામાં આવેલા સમયમાં પૂર્ણ થઈ જશે, એવું આશા અધિકારીને છે.

Water Cut andheri vile parle jogeshwari brihanmumbai municipal corporation mumbai water levels mumbai news