24 December, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅબની ઉપર વ્યક્તિને બેસેલી જોઈને રસ્તામાં લોકો ડ્રાઇવરને કૅબને ઊભી રાખવાનું કહે છે
સ્પીડમાં દોડી રહેલી કૅબની છત ઉપર બેસેલી એક વ્યક્તિનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. આ વિડિયો સાંતાક્રુઝ ફ્લાયઓવરનો હોવાનું કહેવાય છે, પણ મુંબઈ પોલીસે આ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી. વિડિયોમાં કૅબનો રજિસ્ટ્રેશન નંબર અને કૅબનો આગળનો કાચ તૂટી ગયેલો દેખાય છે. કૅબની છત ઉપર ચડી ગયેલી વ્યક્તિ બૂમ પાડીને કહેતી સંભળાય છે કે ‘ટૅક્સી-ડ્રાઇવરે એક વાહનને ટક્કર મારી છે અને હવે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. આથી ટૅક્સીને રોકવા માટે હું છત ઉપર બેસી ગયો છું.’
કૅબની ઉપર વ્યક્તિને બેસેલી જોઈને રસ્તામાં લોકો ડ્રાઇવરને કૅબને ઊભી રાખવાનું કહે છે, પણ તે કોઈનું સાંભળતો નથી.