18 May, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય અમેરિકન રાજદૂતનું ટ્વિટર અકાઉન્ટ
ભારતમાં (India) અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે કહ્યું કે મુંબઈ પ્રવાસ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પીરસવામાં આવેલ વડાપાઉં તેમને ખૂબ જ ભાવ્યું. મીડિયા સાથે વાત કરતા ગાર્સેટીએ કહ્યું કે, "હે ભગવાન, અહીં મળતું વડાપાઉં અન્ય જગ્યાએથી ખૂબ જ સારું છે, આ વડાપાઉં મને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પોતે મને પીરસ્યું છે."
`વિશ્વમાં એક પ્રમુખ શક્તિ તરીકે આગળ આવી રહ્યું છે ભારત`
ભારતમાં અમેરિકાના રાજદૂન એરિક ગાર્સેટીએ કહ્યું કે અમેરિકામાં હાજર જ્યારે મારી પત્નીએ આ વિશે મને પૂોછ્યું તો મેં માત્ર એટલું કહ્યું કે ભરપૂર, વડાપાઉં મેં ખૂબ ખાધા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં એક પ્રમુખ શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે. હું છેલ્લા ત્રણ દાયકામાં ભારતની પ્રગતિથી પ્રભાવિત છું.
`પાકિસ્તાનની હાલની સ્થિતિને જોઈને ચિંતિત છે અમેરિકા-ભારત`
તેમણે કહ્યું કે પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈને અમેરિકા અને ભારત ચિંતિત છે. આશા છે કે પાકિસ્તાનમાં અશાંતિનો માહોલ નહીં હોય. ગાર્સેટીએ કહ્યું કે, મુંબઈની પોતાની યાત્રા દરમિયાન તેમણે પ્રમુખ સાંસ્કૃતિક, નાણાંકીય અને વ્યાવસાયિક હસ્તીઓ સાથે ભારત-અમેપિરા ભાગીદારીને મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી. આ વચ્ચે ગાર્સેટીએ અભિનેતા શાહરુખ ખાન સાથે તેમના નિવાસસ્થાને મન્નતમાં મુલાકાત કરી. પોતાની આ યાત્રા દરમિયાન તે રાજ્યપાલ રમેશ બૈસને પણ મળ્યા.
આ પણ વાંચો : શાહરુખ ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી, શૅર કરી તસવીર
`વૈશ્વિક સ્વાસ્થ્ય અને વિકાસ પડકારોનો કરી રહ્યો છે સામનો`
ગાર્સેટીએ કહ્યું, "અમે સંયુક્ત રૂપે વૈશ્વિક સ્વાસ્થ્ય અને વિકાસ પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. અમે વિશ્વને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે અમેરિકા અને ભારત એકસાથે મળીને સારું કામ કરી રહ્યા છે."