Mumbai Transport Fair: મુંબઈમાં ઑટોરિક્ષા, ટેક્સી અને બસોના ભાડા વધશે?

13 January, 2025 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Transport Fair: ટેક્સીઓ અને ઓટોરિક્ષા માટે 15-20 ટકાનો વધારો તો સિટી બસના ભાડામાં 12-22 ટકા જેટલો વધારો થઈ શકે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈગરાઓ માટે તો લોકલ ટ્રેન જીવાદોરી ગણાય છે, આ સાથે જ બીજા અનેક પરિવહનના માધ્યમોના પણ ઉપયોગ કરવામાં આવે છે. ઑટોરિક્ષા ઉપરાંત ટેક્સી સર્વિસનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે મુંબઈગરાઓ માટે પરિવહનના ભાડાને લઈને મહત્વના સમાચાર (Mumbai Transport Fair) સામે આવ્યા છે. 

રાજ્ય સરકારે દરખાસ્ત મૂકી હોવાના અહેવાલ 

કહેવાઈ રહ્યું છે કે પ્રવાસીઓ માટે ટૂંક જ સમયમાં ટેક્સી, ઑટોરિક્ષા અને સિટી બસોના ભાડામાં નોંધપાત્ર વધારો કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે ભાડામાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. 

બેસ્ટની બસોના ભાડામાં કોઈ વધારો નહીં 

જોકે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પણ આ મુદ્દો (Mumbai Transport Fair) ઉઠ્યો હતો પરંતુ ચૂંટણીને કારણે તેના નિર્ણયમાં વિલંબ થયો હતો. ઓક્ટોબર 2022માં ટેક્સી અને ઓટો માટે છેલ્લું રિવિઝન થવા સાથે ભાડામાં વધારા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેશર કરવામાં આવી રહ્યું હતું. 

ટેક્સીઓ અને ઓટોરિક્ષા માટે 15-20 ટકાનો વધારો તો સિટી બસના ભાડામાં 12-22 ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા લાગી રહી છે. પરંતુ એ વાતની ખાસ નોંધ લેવી કે બેસ્ટની બસોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આટલું વધશે ઑટો અને ટેક્સીનું ભાડું 

તમને જણાવી દઈએ કે ઓટોરિક્ષાનું મૂળ ભાડું (Mumbai Transport Fair) હાલના ભાડા કરતાં ₹23થી ₹3 વધી શકે છે, જ્યારે ટેક્સીના ભાડામાં ₹4નો વધારો થઈ શકે છે, જે લઘુત્તમ ભાડું ₹28થી ₹32 સુધી લઈ જાય છે. થાણે, નવી મુંબઈ, મીરા-ભાઈંદર અને પુણે જેવા વિસ્તારોમાં સિટી બસ ઓપરેટરોએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) સાથે મળીને ભાડામાં એડજસ્ટમેન્ટ માટે વિગતવાર દરખાસ્તો સબમિટ કરી છે.

રાજ્યના ખજાનાને જઈ રહી છે ખોટ- લેવાયો આ નિર્ણય 

પરિવહન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “વિવિધ શહેરોમાં જાહેર પરિવહન સેવાઓનું સંચાલન કરતી આ મોટાભાગની સરકારી નિગમોને ભારે નુકસાન જઈ રહ્યું છે. ગયા વર્ષે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે ભાડામાં વધારો કરવામાં (Mumbai Transport Fair) વિલંબ થયો હતો. જોકે આ વર્ષે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અપેક્ષિત છે, સરકારે વધુ રાહ ન જોવાનો નિર્ણય લીધો છે કારણ કે નુકસાન ભારે છે અને તેનાથી રાજ્યના ખજાનાની ઉપર બોજ પડે છે.”

હવે MSRTC એ પરિવહનના ભાડાઓમાં 22 ટકા જેટલા વધારાનું સૂચન આપ્યું છે. જે વધતાં જઈ રહેલા નુકસાનને ઘટાડવા માટે દરરોજ ₹2 કરોડની વધારાની આવક પેદા કરી શકે છે. પરિવહનના અધિક મુખ્ય સચિવની આગેવાનીમાં રાજ્ય પરિવહન સત્તામંડળ અને મુંબઈ મેટ્રોપોલિટન રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની બેઠકમાં આ દરખાસ્તોને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

mumbai news mumbai maharashtra state road transport corporation brihanmumbai electricity supply and transport maharashtra news