Mumbai Trans Harbour Link: 12 જાન્યુઆરીએ ખુલશે, અટલ સેતુ અપાશે નામ - સીએમ શિંદે

03 January, 2024 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Trans Harbour Linkનું નામ પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે અને આને અટલ સેતુ કહેવામાં આવશે. હવે આને 12 જાન્યુઆરીથી 12 જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

Mumbai Trans Harbour Linkનું નામ પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે અને આને અટલ સેતુ કહેવામાં આવશે. આ પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન વાજપેયીની જયંતી પ્રમાણે 25 ડિસેમ્બર 2023ના રોજ થવાની આશા હતી પણ તે સમયે કામ પૂરું ન થઈ શકવાને કારણે તે સમયે ઉદ્ઘાટન થઈ શક્યું નહીં. હવે આને 12 જાન્યુઆરીથી જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રમાણે, મોસ્ટ અવેઇટેડ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) 12 જાન્યુઆરી, 2024ના રોજ જનતા માટે ખૂલ્લું મૂકાવા માટે તૈયાર છે. તાજેતરના રિપૉર્ટ્સ પ્રમાણે, મુખ્યમંત્રીએ 31 ડિસેમ્બર, 2023ના રોજ વિકાસની પુષ્ઠિ કરી છે અને એ પણ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મેગા પ્રૉજેક્ટના ઉદ્ઘાટન માટે મુંબઈ આવશે.

જો કે, આની હજી અધિકારિક જાહેરાત થવાની બાકી છે. જણાવવાનું કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક ભારતનું સૌથી લાંબુ સમુદ્રી પુલ હશે, જેની લંબાઈ 21.8 કિમીની હશે. જાણો આ વિશે વધુ.

Atal Setu તરીકે ઓળખાશે
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનું નામ પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે રાખવામાં આવશે અને આને અટલ સેતુ કહેવામાં આવશે. આ પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન વાજપેયીની જયંતી પ્રમાણે 25 ડિસેમ્બર, 2023ના થવાની આશા હતી, પણ કામ સમયસર પૂરું ન થવાને કારણે એવું થઈ શક્યું નહીં.

આ પ્રૉજેક્ટનું નિર્માણ પહેલીવાર 2018માં શરૂ થયું હતું અને અત્યાર સુધી બે વાર ટાઈમલાઈન મિસ કરી ચૂક્યું છે. આને 2022 સુધી પૂરું થવાનું હતું, પણ કોવિડ-19 મહામારીને કારણે આમાં મોડું થયું છે.

દેશનું સૌથી મોટું સમુદ્રી પુલ
MTHL દક્ષિણ મુંબઈમાં સેવરીથી ફ્રીવે પર શરૂ થશે, થાણે ક્રીકને પાર કરશે અને નવી મુંબઈના બહારના વિસ્તારમાં ચિરલે પર પૂરું થશે, સમુદ્ર પર 16.5 કિમીથી વધારેની લંબાઈ સાથે લગભગ 22 કિમીના અંતરવાળો આ સેતુ દેશનો સૌથી મોટો સમુદ્રી પુલ બનશે.

મુંબઈ અને નવી મુંબઈ માટે મોટી સુવિધા
ભવિષ્યમાં એમટીએચએલના માધ્યમે સીધા કનેક્ટરવાળી નવી મુંબઈ ઍરપૉર્ટની યોજનાને જોતા એ પણ પ્રૉજેક્ટ મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય, સરકાર યાત્રાના સમયને હજી વધારે ઘટાડવા માટે મુંબઈ-પુણે એક્સપ્રેસવેને એમટીએચએલ સાથે જોડવાની પણ યોજના બનાવી રહી છે. આ કારણે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ જવામાં 2 કલાકની જગ્યાએ ફક્ત 35-40 મિનિટ લાગશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર દરરોજ 100 કિમી પ્રતિ કલાકની ગતિ સીમા સાથે 70,000થી વધારે વાહનોનું આવાગમન થવાની આશા છે, 17,843 કરોડ રૂપિયાના ખર્ચથી નિર્મિત આ 6-લેન એક્સપ્રેસ વે વાહનની ખરાબીની માહિતી મેળવવા અને કન્ટ્રોલ રૂમને અલર્ટ કરવા માટે AI કેમેરાથી પણ લેસ હશે.

navi mumbai trans-harbour navi mumbai airport eknath shinde atal bihari vajpayee narendra modi mumbai news south mumbai Mumbai maharashtra news maharashtra