05 December, 2022 09:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત રત્ન (Bharat Ratna) ડૉ. બાબાસાહેબ આંબેડકરની (Dr. B.R. Ambedkar) 66ની પુણ્યતિથિ (Death Anniversary) એટલે મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Day)ના અવસરે મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police)એ ગુરુવારે (Thursday) દાદરમાં (Dadar) ટ્રાફિક ડાયવર્ઝન (Traffic Diversion) અને ટ્રાફિક પ્રતિબંધ (Traffic Ban) જાહેર કર્યા છે. મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Divas) 6 ડિસેમ્બરના (6 December) દાદરના (Dadar) શિવાજી પાર્ક (Shivaji Park) સ્થિત ચૈત્યભૂમિમાં ઉજવવામાં આવશે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસના અવસરે તેમને અનુયાયીએ 4 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી દાદરમાં ચૈત્યભૂમિ જશે. આથી શિવાજી પાર્ક ચૈત્યભૂમિ, શિવાજી પાર્ક, દાદર ક્ષેત્રના રસ્તાઓ પર વાહનોની યાતાયાત પ્રભાવિત રહશે.
શિવાજી પાર્ક ચૈત્યભૂમિ, શિવાજી પાર્ક, દાદર ક્ષેત્રમાં કેટલાક રસ્તાઓ આવાગમન માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને કેટલાક રસ્તાને આવાગમન માટે બૅન કરવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર આ આદેશમાં જનતાને અસુવિધાથી બચાવવા તેમજ ટ્રાફિકના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવા માટે 5 ડિસેમ્બરની સવારે 6 વાગ્યાથી નિમ્નલિખિત ટ્રાફિક રૂટ્સ બંધ રહેશે. 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ટ્રાફિક બેન લાગુ રહેશે.
આ પણ વાંચો : Mumbai: રસ્તા પર તલવાર લઈને નીકળેલા યુવાનને મહિલાએ માર્યો લાફો, જાણો કારણ
દાદરમાં રસ્તા બંધ/વનવે
સિદ્ધિવિનાયક મંદિર જંક્શનથી હિંદુજા હૉસ્પિટલ સુધી સ્વાતંત્ર વીર સાવરકર વાહનોના આવાગમન માટે બંધ રહેશે. જો કે, સ્થાનિક રહેવાસી યસ બેન્ક જંક્શનથી ડાબે વળીને આગળ વધી શકે છે અને પાંડુરંગ નાઈર રોડથી રાજા મોટા ચોક તરફ લઈ જઈ શકાય છે.
રોડ સિદ્ધિવિનાયક જંક્શનથી પૉર્ટુગલ ચર્ચ જંક્શન સુધી વનવે રહેશે. એટલે કે બોલે રોજની દક્ષિણ સીમાથી વાહનોનું આવાગમન નહીં થાય.
રાનાડે રોડ બધા પ્રકારના વાહનોના આવાગમન માટે બંધ રહેશે.
જ્ઞાનેશ્વર મંદિર માર્ગ બધા પ્રકારના વાહનોના આવાગમન માટે બંધ રહેશે.
જાંભેકર મહારાજ રોડ બધા પ્રકારના વાહનોના આવાગમન માટે બંધ રહેશે.
કેલુસ્કર રોડ સાઉથ અને કેલુસ્કર રોડ નૉર્થ બધા પ્રકારના વાહનોના આવાગમન માટે બંધ રહેશે.
એમ બી રાઉત રોડ બધા પ્રકારના વાહનોના યાતાયાત માટે બંધ રહેશે.
એલજે રોડ શોભા હોટલથી અસાવરી જંક્શન સુધી બધા પ્રકારના વાહનોના આવાગમન માટે કટારિયા રોડ બંધ રહેશે.
આ પણ વાંચો : Mumbai:વેબ સિરીઝની આડમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવતા રેકેટનો પર્દાફાશ, એકની ધરપકડ
આ રસ્તાઓ પર ભારે વાહનો માટે પ્રવેશ પર પ્રતિબંધિત
એસવી એસ રોડ - માહિમ જંક્શનથી હાર્દિકર જંક્શન
એવજે રોડ - માહિમ જંક્શનથી ગડકરી જંક્શન
ગોખલે રોડ - ગડકરી જંક્શનથી ધનમિલ નાકા
સેનાપતિ બાપટ રોડ - માહિમ રેલવે સ્ટેશનથી વડાચા નાકા
તિલક બ્રિજથી લઈને બધા એન. કેલકર રોડ વાહનોના આવવા-જવા માટે બંધ રહેશે.
આ પણ વાંચો : સેન્ટ્રલ રેલવેએ આઠ મહિનામાં ખુદાબક્ષો પાસેથી ઉઘરાવ્યો ૨૦૦ કરોડથી વધુનો દંડ
આ સ્થળે મળશે પાર્કિંગ
સેનાપતિ બાપટ માર્ગ, માહિમ અને દાદર પશ્ચિમ
કામગાર સ્ટેડિયમ (સેનાપતિ બાપટ માર્ગ)
ઈન્ડિયા બિલ્સ ઈન્ટરનેશનલ સેન્ટર, (સેનાપતિ બાપટ રોડ, એલફિન્સ્ટન)
વન ઈન્ડિયા બુલ્સ સેન્ટર, જ્યૂપિટર મિલ કમ્પાઉન્ડ, એલ્ફિંસ્ટન વેસ્ટ
કોહિનૂર સ્ક્વેર, કોહિનૂર મિલ કંપાઉન્ડ, દાદર
લોઢા, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, લોઅર પરેલ
પાંચ ગાર્ડન, માટુંગા પૂર્વ
ઈડનવાલા રોડ, માટુંગા પૂર્વ
નથાલા પારેખ રોડ, માટુંગા પૂર્વ