Mumbai: મતગણતરીના દિવસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વાહનોના આવાગમન માટે બંધ

03 June, 2024 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વેસ્ટર્ન એક્સપ્રેસ પર ગોરેગાંવ પૂર્વમાં વેટરનરી કૉલેજ અને નેસ્કો પ્રદર્શની કેન્દ્રમાં બનાવવામાં આવેલા મતગણના કેન્દ્રને ધ્યાનમાં રાખતા, મુંબઈ ટ્રાફિક પોલીસે 4 જૂન 2024ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી WEH બંધ રાખ્યું છે.

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (ફાઈલ તસવીર)

વેસ્ટર્ન એક્સપ્રેસ પર ગોરેગાંવ પૂર્વમાં વેટરનરી કૉલેજ અને નેસ્કો પ્રદર્શની કેન્દ્રમાં બનાવવામાં આવેલા મતગણના કેન્દ્રને ધ્યાનમાં રાખતા, મુંબઈ ટ્રાફિક પોલીસે 4 જૂન 2024ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જોગેશ્વરીથી દહિસર ચેક નજીક શંકરવાડી સુધી દરેક ખાનગી બસો અને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ટ્રાફિક પોલીસ અધિકારી મિતેશ ઘાટે પ્રમાણે, કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે બધી મતપેટીઓને સ્ટ્રૉન્ગ રૂમ અને મતગણના કેન્દ્ર સુધી લઈ જવી જોઈએ.

જરૂરી સેવાઓ આપનારા વાહન જેમ કે શાકભાજી, દૂધ, બેકરી ઉત્પાદનો, પીવાનું પાણી, પેટ્રોલિયમ ઉત્પાદનો, એમ્બ્યુલેન્સ, સરકારી અને અર્ધ સરકારી વાહનો અને સ્કૂલ બસોને ઉપરોક્ત પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવતી કાલે એટલે કે 4 જૂન 2024ના રોજ જાહેર થવાના છે જેને લઈને અનેક લોકો નવા નવા દાવા કરી રહ્યા છે જેમાંથી અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ દાવો કર્યો છે કે શિવસેના (યુબીટી) ના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામોના 15 દિવસ પછી મોદી સરકારમાં જોડાશે. અમરાવતીના બડનેરાના ધારાસભ્ય રવિએ કહ્યું કે તેઓ જાણે છે કે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના નેતા સંજય રાઉત કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી રહ્યા છે.

હું પૂરેપૂરો વિશ્વાસ સાથે કહી શકું છું કે નરેન્દ્ર મોદીજીના ફરીથી વડાપ્રધાન બનવાના 15 દિવસની અંદર ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં અને મોદી સાથે જોવા મળશે, કારણ કે આવનારો યુગ મોદીજીનો છે અને ઉદ્ધવ ઠાકરે આ જાણે છે.

રવિ રાણાના પત્ની નવનીત રાણા અમરાવતીના વર્તમાન સાંસદ છે. આ વખતે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. 2019માં તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે અમરાવતી બેઠક જીતી હતી.

પશ્ચિમ બંગાળની બારાસાત અને મથુરાપુર લોકસભા સીટ પર 3 જૂનના રોજ એક-એક મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન થશે પશ્ચિમ બંગાળમાં 1 જૂનના રોજ 9 બેઠકો માટે મતદાન થયું હતું. જોકે, કેટલાક મતદાન મથકોમાં ગેરરીતિઓની ફરિયાદો બાદ ચૂંટણી પંચે ફરીથી મતદાન કરવાના આદેશો જારી કર્યા છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

નોંધનીય છે કે મતગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. આ કદાચ પ્રથમ વખત છે જ્યારે ચૂંટણી પંચે મતદાન સમાપ્ત થયા પછી પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, અમે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરી છે પરંતુ અમે અમારી વિરુદ્ધ ખોટા નિવેદનોને રોકી શક્યા નથી. અમારી વિરુદ્ધની કથા વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી હતી. અમે આને પછીથી સંભાળીશું. 150 કલેક્ટર્સને અપાયેલી ધમકી અંગે કુમારે કહ્યું કે આ તમામ આ નકલી કથાનો ભાગ છે. ચૂંટણી પંચે મીડિયાને મોકલેલા આમંત્રણમાં લખ્યું છે, લોકસભા ચૂંટણી 2024 પર ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ છેલ્લી લોકસભાની ચૂંટણીઓ સુધી, નાયબ ચૂંટણી કમિશનરો મતદાનના દરેક તબક્કા પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા પરંતુ હવે આ પ્રથા દૂર કરવામાં આવી છે.

goregaon western express highway mumbai traffic police mumbai traffic Lok Sabha Election 2024 Lok Sabha