Mumbai Threat: `જો બાઈડન માફી માંગે નહીંતર...` અમેરિકી દૂતાવાસને મળી ધમકી

11 February, 2024 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai  Threat: એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અમેરિકન કોન્સ્યુલેટને ધમકીભર્યો ઈમેલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે

પ્રતીકાત્મક તસવીર

Mumbai  Threat: મુંબઈના BKC વિસ્તારમાં (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્થિત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કૉન્સ્યુલેટ જનરલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ ધમકીભર્યો મેલ મળ્યા બાદ, BKC પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 505(1)(B) અને 506(2) હેઠળ એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઈમેલ 9 ફેબ્રુઆરીએ સવારે 3 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ કોન્સ્યુલેટ ઓફિસે મુંબઈ પોલીસને જાણ કરી હતી.

"નહીંતર હું દરેક અમેરિકન કોન્સ્યુલેટને ઉડાવી દઈશ."

એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે અમેરિકન કોન્સ્યુલેટને ધમકીભર્યો ઈમેલ (Mumbai  Threat) મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે કહ્યું કે આ એફઆઈઆર આઈપીસીની કલમ 505 (1) (બી) અને 506 (2) હેઠળ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે આ ઈમેલ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો હતો. તેનો હિન્દી અનુવાદ છે, “હું અમેરિકાનો ભાગેડુ નાગરિક છું. હું યુનાઇટેડ સ્ટેટ્સમાં 19 થી વધુ ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યો છું. હું બાઈડેન (યુએસ પ્રેસિડેન્ટ) પાસેથી તાત્કાલિક જાહેર માફી માંગું છું, નહીં તો હું દરેક અમેરિકન કોન્સ્યુલેટને ઉડાવી દઈશ. હું `ઘણા` અમેરિકન નાગરિકોને મારી નાખવાની પણ યોજના બનાવી રહ્યો છું.

ધમકી બાદ અમેરિકન કોન્સ્યુલેટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

પોલીસે કહ્યું કે અમે આ મામલાની તપાસમાં સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. અમે તે IP એડ્રેસને પણ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેના ઉપયોગથી આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલ મોકલનારને શોધવા માટે પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી તે જાણી શકાય કે આવો ઈમેલ મોકલવા પાછળ ઈમેલ કરનારનો ઈરાદો શું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અમેરિકન કોન્સ્યુલેટ પાસે પેટ્રોલિંગ વધારી દીધું છે.

mumbai news united states of america joe biden mumbai police maharashtra news