Mumbai Thane Metro: મુસાફરી બનશે સરળ, મેટ્રો-4 પર બે તબક્કામાં સેવા શરૂ થશે

03 November, 2023 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆર)ની સૌથી લાંબી મેટ્રો( Mumbai Thane Metro) લાઇનથી આ કામ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

ફાઈલ ફોટો

Mumbai Thane Metro:MMRDAએ નવી લાઇન પર મેટ્રો સેવા શરૂ કરતા પહેલા ઘરથી સ્ટેશન સુધી મુસાફરો માટે સુવિધાઓ વિકસાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆર)ની સૌથી લાંબી મેટ્રો લાઇનથી આ કામ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે મેટ્રો-4 કોરિડોરની નજીકના પરિસરમાં મલ્ટિમોડલ ઇન્ટિગ્રેશન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તૈયાર કરવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, MMRDA દ્વારા લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તૈયાર કરવા અને કામ પર દેખરેખ રાખવા માટે વિશેષ સલાહકારની નિમણૂક કરવામાં આવશે. લગભગ 35 કિલોમીટરના રૂટ પર મેટ્રો-4નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રૂટ પરથી દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરશે તેવો અંદાજ છે. લાસ્ટ માઇલ કનેક્ટિવિટી હેઠળ, મેટ્રો સ્ટેશનથી ઉતરતા મુસાફરો સરળતાથી તેમના અંતિમ મુકામ સુધી પહોંચી શકે, સ્ટેશન પરિસરની નજીક બસ સ્ટોપ, ઓટો સ્ટેન્ડ, ફૂટપાથ, સાયકલ ટ્રેક, માહિતી બોર્ડ સહિતની અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. જાહેર પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ફીડર બસ સેવા શરૂ કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે.

ગત વર્ષે મેટ્રો-7 અને મેટ્રો-2Aના 35 કિલોમીટરના રૂટ પર મેટ્રો સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ સ્ટેશન પરિસર નજીક છેલ્લી માઈલની પૂરતી કનેક્ટિવિટી ન હોવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

16 સ્ટેશનોથી લાસ્ટ માઇલ કનેક્ટિવિટી

મેટ્રો 97 અને મેટ્રો-2Aમાંથી બોધપાઠ લઈને મેટ્રો-4ના નિર્માણ દરમિયાન લાસ્ટ માઈલ કનેક્ટિવિટી વિકસાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. MMRDAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મેટ્રો-4ના પ્રથમ પેકેજના 16 સ્ટેશનોથી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી શરૂ થશે. ટૂંક સમયમાં અન્ય સ્ટેશનો પર પણ આ કામ શરૂ થશે.

થાણે-મુંબઈને મેટ્રો દ્વારા જોડવામાં આવશે

થાણેથી મુંબઈને જોડતી મેટ્રો-4ની સેવા બે તબક્કામાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં મેટ્રો ઘોડબંદર રોડ અને મુલુંડ વચ્ચે દોડશે. MMRDA 2025 સુધીમાં મેટ્રો-4 કોરિડોરના પ્રથમ તબક્કામાં સેવાઓ શરૂ કરવાની યોજના પર કામ કરી રહી છે. વડાલા-કાસરવડવાળી-ગાયમુખ વચ્ચે મેટ્રો-4 અને મેટ્રો-4Aનું નિર્માણ થઈ રહ્યું છે. મેટ્રો-4નું બાંધકામ 58 ટકા અને મેટ્રો-4Aનું 61 ટકા કામ પૂર્ણ થયું છે.

mumbai metro thane mumbai news maharashtra news gujarati mid-day