18 December, 2024 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના વાતાવરણમાં ઠંડક
સોમવારે શહેરનું તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયા બાદ ગઈ કાલે પણ એમાં ખાસ ફરક નહોતો પડ્યો અને સાંતાક્રુઝમાં તાપમાન ૧૫ ડિગ્રી રજિસ્ટર્ડ થયું હતું. જોકે સોમવારની જેમ ગઈ કાલે પણ શહેરના મૅક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચરમાં ૨૦ ડિગ્રીનો ફરક હતો.
આગામી દિવસોમાં પણ શહેરનું તાપમાન ૧૫થી ૧૭ ડિગ્રીની વચ્ચે રહેશે એવો વરતારો વેધશાળાનો છે. રાજ્યમાં સૌથી ઓછું ૫.૫ ડિગ્રી તાપમાન સોલાપુરના જેઉરમાં નોંધાયું હતું, જ્યારે મહાબળેશ્વરમાં ૧૩.૫ અને માથેરાનમાં ૧૩.૪ ડિગ્રી ટેમ્પરેચર હતું.