Mumbai Localની સેવા ખોરવાઈ, ટેક્નિકલ ખામીને કારણે આ સ્ટેશન્સ વચ્ચે ટ્રેન બંધ

12 April, 2023 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના ચર્ચગેટ-બાઉન્ડ ફાસ્ટ લાઈન પર દહિસર અને બોરીવલી વચ્ચે એક ઓવરહેડ તાર તૂટ્યા બાદ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાઓ પર પ્રભાવ પડ્યો છે.

તસવીર સૌજન્ય નિમેશ દવે

મુંબઈના ચર્ચગેટ-બાઉન્ડ ફાસ્ટ લાઈન પર દહિસર અને બોરીવલી વચ્ચે એક ઓવરહેડ તાર તૂટ્યા બાદ પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાઓ પર પ્રભાવ પડ્યો છે. પશ્ચિમ રેલવેએ બુધવારે આ માહિતી આપી. તેણે જણાવ્યું કે દહિસર અને બોરીવલી વચ્ચે એક ઓવરહેડ તાર તૂટ્યા બાદ મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેન સેવાઓ ટેક્નિકલ ખામીને કારણે પ્રભાવિત થઈ. 

લગભગ 10.02 વાગ્યે થઈ ટેક્નિકલ ખરાબી
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે કહ્યું, "દહિસર અને બોરીવલી વચ્ચે લગભગ 10.02 વાગ્યે ઓવરેહડ તાર તૂટી ગયો. આની માહિતી સ્ટેશનો સુધી તરત પહોંચાડવામાં આવી. ટેક્નિકલ ખરાબી આવ્યા બાદ, યુદ્ધના ધોરણે તેને બરાબર કરવામાં આવ્યું અને સામાન્ય સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે."

ટેક્નિકલ ખરાબીને કારણે ટ્રેન સેવાઓ પ્રભાવિત
અધિકારીઓએ જણાવ્યું કે ટેક્નિકલ સમસ્યા આવ્યા બાદ ત્રણ ટ્રેનો અટકાવી દેવામાં આવી અને અન્યના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા. મળતી માહિતી પ્રમાણે આજે બપોરે સિગ્નલ પૉઈન્ટ કામ કરતું નહોતું.

આ પણ વાંચો : મુંબઈમાં ખાડા વગરના રસ્તા?

સમસ્યાને ઉકેલવામાં લાગ્યા કર્મચારીઓ
સેન્ટ્રલ રેલવેના એસપીઆરઓ કહ્યું, "હાર્બર લાઈન પર સીએસએમટી - વાશી અને ટ્રાન્સ-હાર્બર લાઈન પર થાણેથી નેરુલ વચ્ચે સેવાઓ સક્રીય છે. કર્મચારી આ ટેક્નિકલ સમસ્યાને બરાબર કરી રહ્યા છે. આને આગામી 15-20 મિનિટમાં બરાબર કરી લેવાશે."

mumbai news Mumbai mumbai local train mumbai trains dahisar borivali