19 March, 2023 09:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai : જોગેશ્વરીમાં (Jogeshwari) એક ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. અહીં એક 16 વર્ષની વિદ્યાર્થિની સાથે તેની સ્કૂલના શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે જ્યારે પીડિતાની માએ ફરિયાદ કરવા જોગેશ્વરી પોલીસ સ્ટેશન પહોંચી તો તેને વનરઈ પોલીસ સ્ટેશન જવા માટે કહેવામાં આવ્યું, પણ ત્યાં પણ ફરિયાદ નોંધવામાં ન આવી અને તેમને નાલાસોપારા જવા માટે કહી દેવામાં આવ્યું. આ મામલે નાલાસોપારામાં એફઆઈઆર નોંધવામાં આવ્યો અને આરોપીની ધરપકડ કરવામાં આવી.
તપાસ પ્રક્રિયાઓમાં સમય અને પૈસાની બરબાદી
એફઆઈઆર નોંધાયા અને આરોપીની ધરપકડ બાદ પણ પીડિતા અને તેની માની મુશ્કેલી ઓછી થઈ જ નહીં. નાલાસોપારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમને દરરોજ નિવેદન નોંધવા અને મેડિકલ ટેસ્ટ કરાવાવ માટે બોલાવી રહ્યા છે. પોલીસ પ્રક્રિયાઓમાં આખો દિવસ પસાર થઈ જાય છે. પીડિતાની મા જોગેશ્વરીના વિભિન્ન ફ્લેટમાં ઘરગથ્થૂ કામ કરે છે. એવામાં પોલીસ થાણાના ચક્કર કાપવા માટે તેની પાસે પૈસા અને સમય નથી. પીડિતાની માની અરજી છે કે પોલીસ કર્મચારી જોગેશ્વરી આવીને કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરે. તેમના પ્રમાણે, તેમની દીકરી પેહેલાથી જ શૉકમાં છે અને તેણે પોતાની એસએસસી પરીક્ષાઓની તૈયારી માટે એકાગ્રતાની જરૂર છે.
પોલીસે પીડિતાની મા પાસેથી માગ્યા પૈસા
પીડિતાની માએ જણાવ્યું કે પોલીસે પીડિતાના મેડિકલ પરીક્ષણ માટે તેમને હૉસ્પિટલ લઈ જવા માટે પૈસા માગ્યા અને ટેસ્ટ કિટ, મોજા અને મેડિકલ કિટ ખરીદવા માટે કહ્યું, તેમણે આના પૈસા ચૂકવ્યા પણ, જો કે, પછીથી નાલાસોપારાના વરિષ્ઠ નિરીક્ષક વિલાસ સુપેને ફરિયાદ કરવા પર તેમને પૈસા પાછા મળી ગયા. પીડિતાની માએ એ પણ આરોપ મૂક્યો કે તે નાલાસોપારા જવામાં અસુરક્ષિત અનુભવે છે. આરોપીના સંબંધી તેના પર ફરિયાદ પાછી લેવાનું દબાણ કરી રહ્યા છે. તે પૈસા આપીને તેને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના પ્રમાણે કેટલાક પોલીસ કર્મચારીઓની પણ તેમની સાથે મિલીભગત છે.
આ પણ વાંચો : Mumbai: જૂન 2024 સુધીમાં તૈયાર થઈ શકે છે જોગેશ્વરી ટર્મિનસ
કેસની થશે તપાસ
આ ઘટનાક્રમ પર સુપ્રીમ કૉર્ટમાં વરિષ્ઠ વકીલ આભા સિંહનું કહેવું છે કે પ્રક્રિયા પ્રમાણે, પોલીસને પીડિતાને નોલાસોપારા બોલાવવાને બદલે તેનું નિવેદન નોંધવા માટે તેના ઘરે જવું જોઈએ. અને આમાં જરૂર પડ્યે એનજીઓની મદદ પણ લેવી જોઈએ. મેડિકલ તપાસમાં પણ દુષ્કર્મ પીડિતાની સુવિધાનો ખ્યાલ રાખવો જોઈએ. પોલીસ દ્વારા પીડિતાની મા પાસેથી પૈસા માગવાના સંબંધે પોલીસનું કહેવું છે તે આની તપાસ કરવામાં આવશે.