11 April, 2023 09:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં એસિડના કાયદાકીય વેચાણ પર પ્રતિબંધ મૂકાયા છતાં એસિડ હજી પણ વેચાય છે અને લોકો પર ફેંકાય પણ છે. એસિડ અટેકના કેસ તુલનાત્મક રીતે ઘટ્યા હશે પણ તેમ છતાં સાવ બંધ તો નથી જ થયા એવામાં મુંબઈમાંથી જે એસિડ હુમલાની ઘટના સામે આવી છે તે ખરેખર ડઘાવી દેનારી છે. મુંબઈના સાયન વિસ્તારમાં એક વૃદ્ધ પતિ જેની ઊંમર લગભગ 69 વર્ષની છે તેને પોતાની પત્નીના વિવાહેત્તર સંબંધ છે એવી શંકા થઈ અને આ શંકાના પરિણામ સ્વરૂપે બન્ને વચ્ચે જે પણ ચર્ચા, વિવાદ કે ઝગડો થયો તે દરમિયાન ગુસ્સામાં ભાન ભૂલેલા વૃદ્ધ પતિએ પોતાની 56 વર્ષની પત્ની પર એસિડ ફેંકીને તેને ઈજાગ્રસ્ત કરી મૂકી. જો કે, પીડિતા સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થઈ અને તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. પોલીસે આ મામલે મંગળવારે માહિતી આપી.
મુંબઈના સાયનમાં 69 વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પત્ની પર વિવાહેત્તર સંબંધો હોવાની શંકામાં કહેવાતી રીતે એસિડ ફેંકી દીધું. પોલીસે મંગળવારે આ માહિતી આપી.
એક અધિકારીએ કહ્યું કે 56 વર્ષીય પીડિતા સોમવારે બપોરે પ્રતીક્ષાનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને થયેલા હુમલામાં મામૂલી રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ.
તેમણે જણાવ્યું કે આરોપીને પોતાની પત્ની પર તેના ગેરકાયદેસરના સંબંધો હોવાની શંકા હતી અને રાતે લગભગ દોઢ વાગ્યે બન્ને વચ્ચે વિવાદ થયો.
આ પણ વાંચો : સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ પહેલીવાર વાયનાડ પહોંચી રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન
અધિકારીએ જણાવ્યું કે ગુસ્સામાં આરોપીએ એસિડની બૉટલ ઉપાડી અને તેને પોતાની પત્નીના ચહેરા પર ફેંકી દીધી અને તેને ઈજાગ્રસ્ત કરી દીધી. તેણે જણાવ્યું કે પીડિતાના નિવેદનના આધારે પોલીસ આ સંબંધો પ્રાથમિકી નોંધી લીધી છે અને આરોપીને પણ અટકમાં લઈ લેવામાં આવ્યો છે.