31 March, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી રેડી રેકનરના રેટમાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં રાજ્ય સરકારે પાંચથી સાત ટકાનો વધારો સૂચવીને એ માટે જનતાનાં સજેશન અને વાંધાવચકા મગાવવાનું વિચાર્યું હતું. જોકે એ પછી એનો અમલ કરવામાં મોડું ન થઈ જાય એ માટે પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
રેડી રેકનરના રેટ સરકાર દ્વારા જે-તે વિસ્તારના પ્રૉપર્ટીના રેટના આધારે નક્કી થતા હોય છે અને એના આધારે સ્ટૅમ્પ-ડ્યુટીનું કૅલ્ક્યુલેશન થતું હોય છે. રાજ્ય સરકારે છેલ્લાં ૩ વર્ષથી રેડી રેકનરના રેટમાં કોઈ વધારો કર્યો નહોતો. ચાલુ વર્ષે સરકારે સ્ટૅમ્પ-ડ્યુટી અને રજિસ્ટ્રેશન-ફીની રકમ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જાય એવી આશા રાખી છે. સરકારે રેડી રેકનરમાં કરેલા પાંચ ટકાના વધારાને કારણે પ્રૉપર્ટીના ભાવ વધશે. છેવટે તો ભાવવધારો પ્રૉપર્ટી ખરીદનારે જ ભરવાનો હોય છે.