22 January, 2024 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરના ઉત્સવ માટે શણગારવામાં આવેલા મુંબઈના એક વિસ્તારની તસવીર (ફાઈટ ફોટો)
Sanatan Yatra Attacked: અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને લઈને દેશ-વિદેશમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. અનેક જગ્યાએ સનાતન ધર્મ યાત્રા કાઢવામાં આવી હતી. મુંબઈના ભાયંદરમાં કાઢવામાં આવી રહેલી સનાતક ધર્મ યાત્રા (Sanatan Yatra Attacked)દરમિયાન હંગામો થયો હતો. પોતાની કારમાં રામ અને હનુમાનના ઝંડા લઈને પસાર થતા લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. આરોપ છે કે યાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વો લાકડીઓ સાથે આવ્યા હતા અને કાર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે તેઓએ ધાર્મિક ધ્વજ ફાડી નાખ્યો હતો. વાહનોમાં તોડફોડ કરી હતી.
આ બાબતે બે કોમના જૂથો સામસામે આવી ગયા હતા. વધતા જતા તણાવને જોતા પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીરા રોડ પર બનેલી આ ઘટનાને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર હુમલાખોરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તોફાનીઓની ધરપકડ કરવા માંગ ઉઠી છે. ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે રોષે ભરાયેલા ટોળાએ યાત્રામાં ભાગ લઈ રહેલી મહિલાઓને પણ બક્ષી ન હતી. તેઓએ તેમને માર માર્યો, માથું તોડી નાખ્યું અને દુર્વ્યવહાર પણ કર્યો.
સનાતન યાત્રા (Sanatan Yatra Attacked)કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓ ધાર્મિક ધ્વજ લઈને શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા. મીરા-ભાઈંદરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ખાસ સમુદાયના કેટલાક લોકો યાત્રામાં જઈ રહેલી કારની સામે આવીને ઊભા હતા. તેઓએ કાર પર હુમલો કર્યો.
પોલીસ વાહનોમાં આવી હતી
વાહનો પરના ધાર્મિક ઝંડાઓ ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટના 21 જાન્યુઆરીની મધરાત 12 વાગ્યા પછી બની હતી. સ્થિતિ બગડતી જોઈને મુંબઈ પોલીસના જવાનો વાહનોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ ઘટના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં બની હતી
પોલીસે જણાવ્યું કે મીરા રોડ પોલીસે ફ્લેગ માર્ચ કાઢી છે. લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે જે વિસ્તારમાં આ ઘટના બની તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારને અડીને આવેલા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતી, મારવાડી અને જૈન સમુદાયના લોકો વસે છે. આ સમુદાયના લોકો જ સનાતન યાત્રા કાઢી રહ્યા હતા.