13 September, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલબાગચા રાજા
મુંબઈના સૌથી ફેમસ લાલબાગચા રાજા ગણપતિનાં ચરણોમાં ભક્તો દિલ ખોલીને દાન કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાનાં દર્શન કરવા માટે ચિક્કાર ગિરદી થઈ રહી છે. ગણેશોત્સવના પહેલા ચાર દિવસમાં ભક્તોએ લાલબાગચા રાજાને ૨,૩૧,૬૦,૦૦૦ રૂપિયા કૅશ તો ૧,૩૬,૨૬,૦૫૩ રૂપિયાની કિંમતના સોના અને ચાંદીના દાગીના મળીને કુલ ૩,૬૭,૮૬,૦૫૩ રૂપિયાનું દાન ચડાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ભક્તોએ બાપ્પાને ૨૪૩૧.૫૨ ગ્રામ સોનાના અને ૨૩,૩૫૨ ગ્રામ ચાંદીના દાગીના અર્પણ કર્યા હોવાનું ચાર દિવસની ગણતરીમાં જણાઈ આવ્યું હતું. ચારેય દિવસ કૅશ અને ચાંદીના દાગીનાના દાનની ઍવરેજ લગભગ સરખી છે, પણ પહેલા ત્રણ દિવસની સરખામણીએ બુધવારે ચોથા દિવસે ૧.૧૬ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ચડાવવામાં આવ્યા હતા.