RTOના કર્મચારીઓની હડતાળને લીધે હાલાકી, ડિપાર્ટમેન્ટને ૫૦ કરોડ રૂપિયાનું થયું નુકસાન

26 September, 2024 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની પંચાવન ઑફિસ અને પચીસ ચેકપોસ્ટના આશરે ૧૫૦૦ કર્મચારીઓ પોતાની માગણી માટે મંગળવાર સવારથી હડતાળ પર ઊતરી જતાં ક્લર્ક લેવલની તમામ સર્વિસ અટકાવી દેવામાં આવી છે.

ગઈ કાલે બોરીવલી RTOમાં દેખાતી હડતાળની અસર. (તસવીર : નિમેશ દવે)

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની પંચાવન ઑફિસ અને પચીસ ચેકપોસ્ટના આશરે ૧૫૦૦ કર્મચારીઓ પોતાની માગણી માટે મંગળવાર સવારથી હડતાળ પર ઊતરી જતાં ક્લર્ક લેવલની તમામ સર્વિસ અટકાવી દેવામાં આવી છે. આ હડતાળને લીધે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી સંબંધિત તમામ કામગીરી ગઈ કાલે સંપૂર્ણપણે સ્થગિત રહી હતી. આ હડતાળને લીધે RTO ડિપાર્ટમેન્ટને આશરે ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે. આ ઉપરાંત આવશ્યક સેવાઓ પર આધાર રાખતા નાગરિકોને નોંધપાત્ર અસર કરી રહી છે. RTOની મુંબઈ ઑફિસમાંથી અધિકારીઓની ટ્રાન્સફર થતી ન હોવાથી બીજા અધિકારીઓને પરેશાની ભોગવવી પડે છે, એની સાથે જ ક્લર્ક લેવલના અધિકારીઓને અમુક પરીક્ષાઓ આપવી ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી આ હડતાળ પાડવામાં આવી હોવાનું યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું. જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

borivali regional transport office mumbai mumbai news india national news