18 December, 2023 05:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષ શર્માની ફાઈલ તસવીર
Salman Khan`s Brother in Law Car Accident: ફિલ્મ સ્ટાર સલમાન ખાનના જીજાજી અને બૉલિવૂડ અભિનેતા આયુષ શર્માની કારનો મુંબઈના ખાર વિસ્તારમાં અકસ્માત થઈ ગયો છે.
પોલીસે સોમવારે જણાવ્યું કે નશાની હાલતમાં કાર ચલાવનારી એક વ્યક્તિએ આયુષ શર્માની કારને ઠોકર મારી છે. શનિવારે થયેલી આ દુર્ઘટનાના સમયે આયુષ શર્મા કારમાં નહોતા. તે સમયે ફક્ત તેમનો 31 વર્ષીય કાર ડ્રાઈવર કારમાં હતો અને તે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ ગયો છે તેમ જ કાર ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.
Salman Khan`s Brother in Law Car Accident: પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શર્માની કારનો ડ્રાઈવર ખાર જિમખાનાની સામેના રોડ નંબર 16થી બાન્દ્રા તરફ જઈ રહ્યો હતો ત્યારે `પ્રવેશ નિષિદ્ધ` ક્ષેત્રમાંથી ઝડપી ગતિએ આવતી એક અન્ય કારે અભિનેતાની કારને સામેથી ઠોકર મારી દીધી.
તેમણે જણાવ્યું કે આરોપી કાર ડ્રાઈવર પરવિંદરજીત સિંહ (35) કહેવાતી રીતે નશાની હાલતમાં હતો અને તેને ભગાડવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસે તેને પકડી પાડ્યો.
Salman Khan`s Brother in Law Car Accident: તેમણે જણાવ્યું કે શર્માના ડ્રાઈવર અરમાન મહેંદી હસન ખાનને માથે અને જમણા પગમાં ઈજા થઈ છે.
પોલીસે જણાવ્યું કે હસન ખાનની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 (બેદરકારીથી ગાડી ચલાવવી) અને ધારા 337 (બીજા લોકોની ખાનગી સુરક્ષા કે જીવ જોખમમાં નાખવી) તથા મોટર વાહન કાયદાની કલમો હેઠળ એક પ્રાથમિક રિપૉર્ટ નોંધવામાં આવ્યો છે.
Salman Khan`s Brother in Law Car Accident: આયુષ શર્માને 2018માં આવેલી ફિલ્મ `લવયાત્રી` માટે ઓળખવામાં આવે છે. તેને છેલ્લે 2021માં આવેલી ફિલ્મ `અંતિમ`માં સલમાન ખાન સાથે જોવામાં આવ્યા હતા.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સકવાર પાસે ગઈ કાલે એક કારનું ટાયર ફાટતાં ટૂ-વ્હીલર સાથે અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જણનાં મોત થયાં હતાં અને પાંચ જણ ઘાયલ થયા હતા.
Salman Khan`s Brother in Law Car Accident: મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરથી કાર-નંબર એમએચ ૪૭ કે ૫૮૩૪ મુંબઈ તરફ જઈ રહી હતી. એ સમયે કારનું આગળનું ટાયર ફાટતાં કાર કાબૂ બહાર જઈને ગુજરાત લેન પર પલટી મારી ગઈ હતી એટલે ટ્રાફિક જૅમની સમસ્યા થઈ હતી. દરમિયાન સ્પીડમાં આવી રહેલી એમએચ ૦૩ડીઝેડ૫૩૦૫ નંબર ધરાવતું ટૂ-વ્હીલર જોરદાર અથડાતાં એના પર સવાર બન્ને જણનાં મોત થયાં હતાં. મુંબ્રાના ૩૬ વર્ષના ઇરફાન સિદ્દીકી અને ગોવંડીના ૩૦ વર્ષના નવીદ શેખનાં મૃત્યુ થયાં હતાં.
Salman Khan`s Brother in Law Car Accident: કારમાં સવાર પાંચ મુસાફરોને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે થોડા સમય માટે હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હોવાથી માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.