૭૦,૯૮૫ કરોડ સાથે મુંબઈ મોખરે

16 September, 2024 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

GSTની કરચોરી નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં બમણી થઈ

પ્રતીકાત્મક તસવીર

નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં ૨.૦૧ લાખ કરોડ રૂપિયાની ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની કરચોરી શોધી કાઢવામાં આવી છે અને અગાઉના નાણાકીય વર્ષમાં ૧.૦૧ લાખ કરોડ રૂપિયાની કરચોરી કરતાં એ બમણી છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) દ્વારા શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી.

GST કરચોરીના આ કેસમાં ૭૦,૯૮૫ કરોડ રૂપિયાની કરચોરીની રકમ સાથે મુંબઈ પહેલા ક્રમાંકે છે. ત્યાર બાદ ૧૮,૩૧૩ કરોડ સાથે દિલ્હી બીજા ક્રમાંકે, ૧૭,૩૨૮ કરોડ સાથે પુણે ત્રીજા ક્રમાંકે, ૧૫,૫૦૨ કરોડ સાથે ગુરુગ્રામ ચોથા ક્રમાંકે અને ૧૧,૦૮૧ કરોડ રૂપિયા સાથે હૈદરાબાદ પાંચમા ક્રમાંકે છે.

રિયલ મની ઑનલાઇન ગેમિંગ, બૅન્કિંગ, ફાઇનૅન્શિયલ અને ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં કરચોરીના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુડ્સ ક્ષેત્રે લોખંડ, કૉપર, સ્ક્રૅપ અને એલૉય, પાનમસાલા, તમાકુ, સિગારેટ અને બિડી સેક્ટરમાં કરચોરીનું પ્રમાણ વધારે છે.

mumbai news mumbai goods and services tax Crime News mumbai crime news