Mumbai: 15 નવેમ્બર ભાઈબીજના દિવસે પણ રાણીબાગ પર્યટકો માટે રહેશે ખુલ્લું

14 November, 2023 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rani Bagh Opened forTourists on Bhai Dooj: મુંબઈવાસીઓ માટે મુંબઈ નગર નિગમે એક મહત્વનો નિર્ણય લીધો છે. વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને રાણીબાગ બુધવારે 15 નવેમ્બરના રોજ ખુલ્લું રહેશે.

ભાઈખલા ઝૂની ફાઈલ તસવીર

Rani Bagh Opened forTourists on Bhai Dooj: મુંબઈકરોનું ગમતું પર્યટન સ્થળ રાણીબાગ છે. મુંબઈના અનેક નાગરિકો પોતાની રજામાં પ્રાણીબાગમાં જાય છે. આ મુંબઈવાસીઓ માટે મુંબઈ નગર નિગમે એક મહત્વનો નિર્ણય લીધો છે. વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને રાણીબાગ બુધવારે 15 નવેમ્બરના રોજ ખુલ્લું રહેશે. આ માટે પ્રાણીબાગ હવે બુધવારને બદલે ગુરુવાર 16 નવેમ્બરના રોજ બંધ રહેશે. (Mumbai Rani Bagh opened for tourists even on the day of Bhai Dooj on 15th November)

Rani Bagh Opened forTourists on Bhai Dooj: મળતી માહિતી પ્રમાણે 15 નવેમ્બર 2023ના રોજ ભાઈબીજના અવસરે સાર્વજનિક રજા છે. જો કે, વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બુધવારે, 15 નવેમ્બરના રોજ જનતા માટે ખુલ્લું રહેશે. બીજા દિવસે એટલે કે ગુરુવારે એટલે કે 16 નવેમ્બર 2023ના વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બંધ રહેશે.

Rani Bagh Opened forTourists on Bhai Dooj: ભાઇખલાના પૂર્વ ભાગમાં વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ સાપ્તાહિક રજા માટે દર બુધવારે બંધ હોય છે. જો કે, મુંબઈ નગર નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રસ્તાવ પ્રમાણે, જો બુધવારે સાર્વજનિક રજા છે, તો તે દિવસે પાર્ક અને પ્રાણીબાગ જનતા માટે ખુલ્લાં રહે છે. તે જ નિયમ પ્રમાણે બીજા દિવસે આને બંધ કરી દેવામાં આવે છે. સાથે જ આ નિયમ પ્રમાણે, મુંબઈ નગર નિગમ પ્રશાસન સૂચિત કરી રહ્યા છે કે વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને પ્રાણીબાગ બુધવારે, 15 નવેમ્બર, 2023ના રોજ જનતા માટે ખુલ્લું રહેશે.

Rani Bagh Opened forTourists on Bhai Dooj: ઉલ્લેખનીય છે કે પ્રાણી સંગ્રહાલયને વધુ ઊંચાઈ અપાવવા માટે નવાં પ્રાણીઓને લઈ આવવા સ્ટેટ અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક કરોડ રૂપિયાનું ફન્ડ પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવ્યું હતું. દરમ્યાન, પ્રાણી સંગ્રહાલયમાં હાજર ન હોવા છતાં પાલિકાએ કેટલાક કરોડ રૂપિયાના કરેલા ઉડાઉ ખર્ચ ચોંકાવનારા છે. એક વાર પ્રાણીની પ્રાપ્તિ માટે પુષ્ટિ થઈ જાય એ પછી એના રહેઠાણ માટેની તૈયારી પર ખર્ચ કરવામાં આવે એ યોગ્ય પગલું કહેવાય. જોકે પાલિકાએ પ્રાણીઓને હસ્તગત કરવાની સ્પષ્ટ યોજના વિના રહેઠાણ માટે ભારે રોકાણ કરવાનો નિર્ણય સ્પષ્ટપણે પાલિકાના ફન્ડનો અયોગ્ય ઉપયોગ છે.

ભાયખલા પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર સંજય ત્રિપાઠીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પ્રદર્શન ખર્ચને નકારાત્મક રીતે લેવાની ધારણા સાથે સંપૂર્ણપણે અસંમત છું, સાથે એ પણ સ્વીકારું છું કે અત્યાર સુધી કેટલાંક પ્રાણીઓનાં રહેઠાણ અમે તૈયાર કર્યાં છે અને હજી સુધી પ્રાણી લાવવામાં અમે અસમર્થ છીએ, પણ જો આપણે ૨૦૧૯ અને અત્યારે આ તબક્કે ખર્ચની સરખામણી કરીએ તો એમાં લગભગ બમણો ખર્ચ કરવો પડશે, કારણ કે સ્ટેનલેસ સ્ટીલની કિંમત, કૉન્ક્રીટ અને અન્ય સામગ્રીની કિંમત વધી છે, પરંતુ એ તો એક સમયનો બાંધકામ-ખર્ચ છે, જે અમે ૨૦૧૯માં કર્યો છે. એ પછી આવતાં ૫૦ વર્ષ સુધી આની પાછળ કોઈ ખર્ચ કરવો પડશે નહીં, જ્યારે અમારી પાસે એ પ્રાણી આવશે ત્યારે અમે એને એના રહેઠાણમાં રાખી શકીશું. રહેઠાણમાં ઉપયોગ કરેલી વસ્તુઓ પર કોઈ કાટ લાગશે નહીં, એને કોઈ ડેન્ટિંગ પેઇન્ટિંગ કરવાની જરૂર રહેશે નહીં, એ સાથે કોઈ જાતનો ખર્ચ કરવો પડશે નહીં, એથી બીજી રીતે અમે પાલિકાના ઘણા પૈસા બચાવ્યા છે. જો આપણે હવે આ રહેઠાણ તૈયાર કરવા જઈએ તો બેથી ત્રણ ગણો ખર્ચ કરવો પડશે.’

bhai dooj byculla zoo byculla mumbai news whats on mumbai things to do in mumbai brihanmumbai municipal corporation mumbai