મુંબઈમાં વરસાદની આગાહી: મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કરા પડવાની શક્યતા

13 May, 2024 04:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હોવાનું જોવા મળી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

હાલમાં મહારાષ્ટ્રમાં પ્રી-મોન્સુન વરસાદ (Mumbai Rains) જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આજે પણ વરસાદની સંભાવના છે. થાણે સહિત કોકણના ઘણા જિલ્લાઓને કમોસમી વરસાદ (Mumbai Rains) માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે, રાયગઢમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા

કોંકણમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ સાથે વાવાઝોડું અને તોફાની પવનની શક્યતા છે. આ ઉપરાંત, મધ્ય મહારાષ્ટ્ર (Mumbai Rains) અને મરાઠવાડાના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ વાવાઝોડું, કરા અને તોફાની પવનો આવવાની શક્યતા છે. દરમિયાન આજે મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 24 કલાક માટે મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે અને સાંજે આંશિક વાદળછાયું આકાશ રહેશે. મુંબઈમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

થાણે, રાયગઢમાં વરસાદ માટે યલો ઍલર્ટ

હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની સંભાવના સાથે થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, ધુલે, નંદુરબાર, જલગાંવના વિસ્તારોમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ભારતીય હવામાન વિભાગે પણ મુંબઈ, પાલઘરમાં હળવા વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડશે

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં ઘણી જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. કોંકણમાં પણ આગામી 24 કલાકમાં વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય નંદુરબાર, ધુલે, નાસિક, અહેમદનગર, જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, બીડ, ધારાશિવ, જાલના, હિંગોલી, પરભણી, સાંગલી, સોલાપુર, કોલ્હાપુર જિલ્લામાં વરસાદની સંભાવના છે અને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તેમ જ પુણે, સતારા, લાતુર, નાંદેડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર-મુંબઈમાં કમોસમી વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રના નાશિક, પુણે, અહમદનગર, કોંકણ, થાણે અને મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલીક જગ્યાએ વરસાદ થવાની આગાહી કરી છે. લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની પુણે, અહમદનગર અને શિર્ડી સહિત ૧૧ બેઠક પર મતદાન થવાનું છે ત્યારે કમોસમી વરસાદ અવરોધ બની શકે છે. મોટા ભાગે કમોસમી વરસાદ બપોર બાદ કે સાંજના સમયે પડે છે એટલે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં મતદાન થઈ જાય તો સારું એવી સલાહ હવામાન વિભાગે મતદારોને આપી છે.

mumbai rains indian meteorological department mumbai mumbai news maharashtra