મુંબઈમાં ભારે વરસાદથી રેલ સેવાઓ પ્રભાવિત, ટ્રેક પર ઉતર્યા NCP વિધેયક અમોલ મિતકરી

08 July, 2024 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Rain Updates: મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટ્રેક પર NCP વિધેયકના પગપાળાં ચાલતા વીડિયો વાયરલ થઈ ગયો છે.

અમોલ મિતકરી સહિત અનિલ પાટિલ રેલવે ટ્રેક પર ચાલતા (તસવીર સૌજન્ય- સ્ક્રીનગ્રૅબ)

Mumbai Rains Updates: મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ટ્રેક પર NCP વિધેયકના પગપાળાં ચાલતા વીડિયો વાયરલ થઈ ગયો છે.

મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોના ભારે વરસાદે સોમવારે સવારે જ મુંબઈની લાઈફલાઈન માનવામાં આવતી રેલવે સેવાઓ ઠપ્પ કરી દીધી છે. સેન્ટ્રલ રેલવે લાઈન પર અનેક સ્થળે પામી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનનું શેડ્યૂલ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયું છે. આ સિવાય, બહારથી આવનારી લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો પણ બ્લૉક થઈ ગઈ છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ સેવાઓ પ્રભાવિત
Mumbai Rains: આ સ્થિતિ માત્ર સામાન્ય લોકોને જ નહીં, પણ વિધેયક અને મંત્રીઓને પણ પ્રભાવિત કરી રહી છે. રાજ્યના આપદા પ્રબંધન અને પુનર્વાસ મંત્રી અનિલ પાટિલ અને વિધેયક અમોલ મિતકરીને રેલવે ટ્રેક પર પગપાળાં ચાલતા જોવામાં આવ્યા, કારણકે વરસાદને કારણે તેમની એક્સપ્રેસ ટ્રેન સાયન સ્ટેશન નજીક ફસાઈ ગઈ હતી.

અમોલ મિતકરીનો વીડિયો વાયરલ
હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમોલ મિતકરી પોતાની સ્થિતિ વિશે માહિતી આપતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, "અમે જે એક્સપ્રેસ ટ્રેનમાં છીએ તેમાં આઠ-દસ ધારાસભ્યો પણ અટવાઈ ગયા છે. મુંબઈમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્ય વિધાનસભા સત્રનું આ છેલ્લું અઠવાડિયું છે. આશા છે કે ટૂંક સમયમાં રેલ્વે ટ્રાફિક પૂર્વવત્ થઈ જશે.

થોડા સમય પછી વિધાનસભ્ય અમોલ મિતકરી અને મંત્રી અનિલ પાટીલ કુર્લા પૂર્વ નેહરુ નગર પોલીસ ચોકી પર આવીને બેઠા. જો કે, ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ છે, જેના કારણે તેમના માટે તાત્કાલિક મુંબઈ પહોંચવું શક્ય નથી. હવે તેઓ કોન્ફરન્સમાં કેવી રીતે પહોંચશે તેના પર તમામની નજર છે.

આજે વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા સપ્તાહની શરૂઆત થઈ રહી છે. આ માટે ઘણા ધારાસભ્યો મહાલક્ષ્મી એક્સપ્રેસ દ્વારા મુંબઈ આવી રહ્યા હતા. જોકે, રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે મહાલક્ષ્મી એક્સપ્રેસ મધ્ય રેલવેના અંબરનાથ સ્ટેશન પાસે ફસાઈ ગઈ હતી, જેના કારણે ઘણા ધારાસભ્યો પણ ફસાઈ ગયા હતા.

મુંબઈમાં ભારે વરસાદને કારણે વિધાનસભાના કામકાજને પણ અસર થવાની શક્યતા છે. જો ધારાસભ્યો અને મંત્રીઓ હાજર નહીં રહે તો થોડા સમય માટે કામકાજ ઠપ થઈ શકે છે. આ પછી વિધાનસભા અધ્યક્ષ સ્થિતિની સમીક્ષા કરશે અને નિર્ણય લેશે.

દરમિયાન આજે નાસિક-મુંબઈ હાઈવે પરના ખાડાઓને લઈને યોજાનારી બેઠક પણ રદ કરવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમના બેઠક ખંડમાં એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં નાશિક જિલ્લાના તમામ અગ્રણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદને કારણે ઘણા નેતાઓ પહોંચી શક્યા ન હતા, જેના કારણે સભા રદ કરવામાં આવી હતી.

mumbai news mumbai railways mumbai local train mumbai trains central railway western railway sion kurla ambernath nationalist congress party mumbai